છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્રે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. તરફ સૌથી મોટી વાત એ પણ છે કે આ સર્ચ અને સર્વેની કામગીરીમાં ખૂબ મોટી કરચોરી પણ પકડાય છે ત્યારે આજે ચોટીલા અને અમદાવાદ ખાતે આવેલી સિલ્વર ઓફ યુનિવર્સિટીમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને સરચ ઓપરેશનની કામગીરી હાથ ધરાઈ છે. ની પણ શક્યતા સેવામાં આવી રહી છે કે આ દરોડા ખૂબ મોટા હોવાના કારણે જંગી કરચોરી સામે આવે તો નવાઈ નહીં.
કેમ્પસ ખાલી કરાવાયું, રાજકોટની ટીમ પણ જોડાઈ : મોટી કાર્યવાહી થવાની શક્યતા
ખર્ચ અને સર્વેની કામગીરી શરૂ થતા ની સાથે જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરત મોકલી દેવામાં આવ્યા છે ત્યારે હાલ જે તપાસ શરૂ થઈ છે તે કેટલા સમય સુધી ચાલે તે આવનારો સમય જ બતાવશે પરંતુ આ સમગ્ર સર્ચ અને સર્વેની કામગીરીમાં રાજકોટ સહિત વિવિધ શહેરોમાં રહેલી ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ જોડાઈ છે. તુજ નહીં માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યના વિવિધ શહેરોમાં પણ આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હોવાનું પણ અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સિલ્વર ઓક યુનિવર્સિટી ગોતામાં આવેલ છે. જેમાં રેડ થતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. તેમજ ટેક્સ ચોરીની આશંકાએ આઇટીની રેડ પાડવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ઈન્કમ ટેક્સના દરોડા પડતા વિદ્યાર્થીઓમાં અચરજ ફેલાઇ છે. ગોતા ખાતે આવેલ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં જેવા ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા ત્યાં તો વિદ્યાર્થીઓને રજા જાહેર કરવામાં આવી છે. તેમજ કોલેજને યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ મોટી સંખ્યામાં એડમિશન આપ્યા છે. તથા ટેક્સસમાં ગરબડને લઈને સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ઈન્કમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડ્યા છે.