રાજકોટ ઇન્વેસ્ટીગેશન વીંગે સવારથી જ સપાટો બોલાવતા કરચોરમાં ફફડાટ: ૩૪ સ્થળોએ સર્ચ એકશન જયારે ૪ સ્થળોએ સર્વે: કોરલ, કેપ્શન, કલેસ્ટોન સહિતની પેઢીઓમાં બે નંબરી હિસાબનું સાહિત્ય કબ્જે: અનએકાઉન્ટ કેસ ઉપર થશે કાર્યવાહી
મોરબીના આશરે ૩૮ સ્થળોએ આજે રાજકોટ આઇ.ટી. વિભાગે બોગસ બીલીંગ પર દરોડા પાડયા છે. જેમાં ૩૪ એકમોમાં સર્ચ એકશન જયારે ૪ એકમોમાં સર્વે હાથ ધરાયો છે. જાણીતા એકમો કેપ્શન, કોરલ, કલેસ્ટોન, ક્રિષ્ના સહીતના પરિસરોમાં છેલ્લા ઘણા સમયથી બોગસ બિલીંગ ચાલી રહ્યું હોય ત્યારે રાજકોટ ઇન્વેસ્ટીગેશન વિંગે સપાટો બોલાવ્યો છે. ઇન્વેસ્ટીગેશન વિંગના કમીશ્નર રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ રાજયના મેગા સીટી સુરત, વડોદરા, રાજકોટ, જામનગરની આઇ.ટી. ટીમો દોડતી થઇ હતી. રાજેશ મહાજનની સુચનાથી રપ થી વધુ ગાડીઓ સર્ચ સર્વે ઓપરેશન હાથ ધરવા દોડતી થઇ હોય આજ સવારથી જ કરચોરીમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
ડિસેમ્બર માસ પૂર્ણ થતાં ની સાથે જ રાજકોટ આઇ.ટી. વિભાગે ૨૦૧૯માં પ્રથમ મેગા ઓપરેશન હાથ ધર્યુ છે. જો કે અગાઉ આઇ.ટી. વિભાગે કરચોરીને ટેક્ષ ચુકવી આપવા તાકીદ કરી હતી દરમિયાન આજે મોરબીના જાણીતા સીરામીક એકમો અને બંગલામાં મોટુ ઓપરેશન હાથ ધર્યુ છે. એકમોના મળતા નામો મુજબ કેપ્શન, કોરલ સીરામીક, ક્રિષ્ના, કલેસ્ટોન જેવી જાણીતી ફાઇનાન્સ પેઢીઓનો સમાવેશ
થાય છે હજુ વધુ ઔઘોગિક એકમો, પેઢીઓ પર દરોડા પડવાની શકયતા છે. નામી કંપનીઓ અને પેઢીઓમાં આઇ.ટી. એ તપાસ હાથ ધરતા લાખોનું બોગસ બીલીંગ ઝડપાઇ શકશે.
ઇન્વેસ્ટીઝેશન વીંગે આજે સવારથી જ મોરબીમાં સપાટો બોલવતા કરોડોનો બે નંબરી હિસાબ બહાર આવવાની શકયતા સાથે હજુ વધુ કાલે પણ આ સર્ચ ચાલુ રહે તેવું જણાઇ રહ્યું છે.
આઇ.ટી. વિભાગના આજના દરોડોમાં સૌથી મોટા અને જાણીતા ગુપ એવા કોરલ અને કેપ્શનમાંથી જ સૌથી વધુ કરોડોનો બોગસ હિસાબ ઝડપાવાની સંભાવના છે.
આ બન્ને ગ્રુપના ભાગીદારીના રહેણાંક બંગલામાં પણ તપાસનો ધમધમાટ શરુ થયો છે. અને લાખોની કરચોરી બહાર આવે તેવું લાગી રહ્યું છે.
જાણવા મળતી માહીતી મુજબ મોરબીમાં સીરામીક ઉઘોગો દ્વારા જેટલો વહીવટ બેંક દ્વારા થાય છે તેનાથી વધુ આંગડીયા પેઢીના હવાલા વડે થતો હોવાનું જણાઇ રહ્યું છે. આઇ.ટી.ના મેગા ઓપરેશનથી મોરબી શહેરના નાના મોટા તમામ કરચોરીમાં ફફડાટ ફેલાયો છે.