ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે નિમણૂંક પામેલા ગાયત્રીબા વાઘેલા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકીય કારકિર્દી અને સમાજ જીવન વચ્ચેના સંતુલન અંગે મનમુકીને વાત કરી’

રાજકારણમાં શિક્ષીત મહિલાઓ આવે તે આવકાર્ય હોવાનું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમીતીના પ્રમુખ પદે નવનિયુકત થયેલા ગાયત્રીબા વાઘેલાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન કહ્યું હતું. તેમણે મુલાકાતમાં પોતાની રાજકીય કારકિર્દી અને સમાજ જીવન વચ્ચેના સમતુલન અંગે વાત કરી હતી.

તેમણે કોંગ્રેસ પક્ષમાં આપવામાં આવેલી જવાબદારી બદલ તમામ નેતાઓ, ધારાસભ્યોનો તેમણે આભાર માન્યો હતો. તેમણે મહિલા સશક્તિકરણ અંગે કહ્યું હતું કે, મહિલાઓ ધારે તે કરી શકે છે. તમે નિશ્ર્ચય કરો તે થઈ શકે. તેમણે મહિલાને કોંગ્રેસમાં જોડાવા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમે તમારો મત સમજી વિચારીને આપો જે નેતા કામ કરે છે તેને જ આપો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મારી રાજકીય કારકિર્દીથી અત્યાર સુધી દરેક તબકકે કોંગ્રેસે મારા પર વિશ્ર્વાસ મુકયો છે. તેમણે મહિલાઓના પ્રશ્ર્નોને વાંચા આપવાનું વચન આપ્યું હતું. સરકારને મહિલાઓના પ્રશ્ર્નો બાબતે ઘેરવાની તૈયારી બતાવી હતી. સરકાર પર આક્ષેપ કરતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું હતું કે, અત્યારે સ્ત્રી સલામત નથી, મહિલાઓના કછોડા લૂંટાય છે, બાળકીઓ પર દુષ્કૃત્યો થાય છે, સરકાર દરેક મુદ્દે નિષ્ફળ રહી છે, સરકારે ગેસ કનેકશન આપવાની વાતો કરી છે પરંતુ પહેલા ૧૦૦ રૂપિયાના કેરોસીનમાં ગરીબનું ઘર ચાલતું હતું હવે તેટલા જ ઈંધણ માટે મહિને રૂ.૭૦૦ થી ૮૦૦ રૂપિયાનો ખર્ચ ગેસ પાછળ થાય છે.

તેમણે પોતાના સામાજીક જીવન અંગે કહ્યું હતું કે, કારકિર્દીમાં મને ક્ષત્રીય સમાજનો પુરતો સપોર્ટ મળ્યો છે. સમાજ હંમેશા મારી સાથે રહ્યો છે. મારા પતિનો સહકાર પણ ખૂબજ મળ્યો છે. સાસરિયા અને પિયર પક્ષનો સપોર્ટ પણ રહ્યો છે. ગાયત્રીબા વાઘેલાએ પોતાના બાળકોનો પણ સપોર્ટ સારો રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે મુલાકાત દરમિયાન સંયુકત કુટુંબથી ખૂબજ લાભ થતો હોવાનું કહ્યું હતું. સંયુકત કુટુંબ વ્યક્તિના હિતમાં હોવાની તેમણે કરી હતી.

આ તકે કોંગી અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા, પ્રતિમાબેન વ્યાસ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

ગાયત્રીબા વાઘેલા પર શુભેચ્છા વર્ષાvlcsnap 2018 10 12 12h43m53s201

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા દ્વારા રાજકોટના વોર્ડ નં.૩ના કોર્પોરેટર અને મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની પ્રદેશ કોંગ્રસ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, મનસુખભાઈ કાલરીયા, વિજયભાઈ વાંક, ઘનશ્યામસિંહ જાડેજા, જાગૃતિબેન ડાંગર અને પ્રભાતભાઈ ડાંગર સહિતનાઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.