રાષ્ટ્રીય પર્વ હોય કે પછી કોઇ કાર્યક્રમ દેશવાસીઓમાં આ વેળાએ દેશદાઝ જાગી ઉઠી તે સ્વભાવિક છે. જે વ્યકિત દેશના ગૌરવને ઇતિહાસને ગંભીરતાથી નથી લેતો તે વ્યકિત પણ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં જયારે રાષ્ટ્રભકિતના ગીતો સાંભળે એટલુે તેના રૂંવાડા ઉભા થઇ જ જાય, દેશદાઝ દરેક વ્યકિતમાં હોય જ છે.
બસ ઘણામાં જાગૃત થઇ હોય છે તો ઘણામાં હજુ જાગૃત થવાની બાકી હોય છે જો દેશદાઝ કોઇ કાર્યક્રમ કે દીવસ પુરતી રહેવાને બદલે બારે માસ રહે તો દેશને વિશ્ર્વમાં નંબર વન બનતા કોઇ રોકી ન શકે.
જયારે એક ભારતીય બીજા દેશોમાં કોઇ ભારતીયને મળે તો લાગણીની છોળો ઉડે તેનું કારણ છે બીજા દેશની ઘરની ઉપર આપણા દેશનું… આપણું કોઇ આપણને મળ્યું છે તેવું લાગે, આમ જે વ્યકિત ભારતીય છે તે બીજા દેશમાં મળે છે તો તેના પ્રત્યે લાગણી હોય છે આપણા પણું હોય છે.
એવી જ રીતે જો ભારતની અંદર પણ દરેક ભારતીય આવી જ રીતે એકબીજા સાથે લાગણી બતાવતા રહે તો દશેનો માહોલ કંઇક અલગ જ બને.
જયારે કોઇ વ્યકિત પોતાના દેશનો ઇતિહાસ ભુલે તો તે પતન નોતરે છે એટલે હવે આવતી પેઢીમાં દેશદાઝને જીવંત રાખવા, રાષ્ટ્રભાવના જગાડવા પહેલા તો તેને આપણા ગૌરવવંતા ઇતિહાસથી વાકેફ કરાવવા ખુબ જરૂરી છે. બીજી બાજુ આવનારી પેઢીને આઝાદી કેટલી અમુલ્ય ચીજ છે તે શીખવવું પણ જરૂરી છે. અનેક લોકોએ પોતાના જીવોની આહુતિ આપી છે દશકાઓ સુધી લઢત ચલાવી છે. અનેક માતાઓએ પોતાના પુત્ર, અનેક સ્ત્રીઓએ પોતાના ઘણી ગુમાવ્યા બાદમાં આ આઝાદી મળી છે એટલે તેની કદર અને અહેસાસ કરવો જરૂરી છે.
આમ દરેક દેશવાસીઓએ વર્ષમાં માત્ર બે વખત નહી પણ 365 દિવસ પોતાનામાં દેશદાઝ જીવત રાખવાનો સંકલ્પ કરવો જોઇએ અને દેશને સિધી કે આડકતરી કે કોઇપણ રીતે નુકશાન કરતી પ્રવૃતિ બંધ કરી દેવી જોઇએ. જો આવું શકય બને તો દેશની સુરત બદલતા વાર નહીં લાગે.