અબતકના મોંઘેરા મહેમાન બનેલા નિવૃત જનરલ જી.ડી.બક્ષીની નિખાલસ વાત

૮૦૦ વર્ષના માર ખાધા બાદ ભારતે એકજુટ થઈ અત્યાચાર સામે લડવું પડશે

સર્જિકલ સ્ટ્રાઈક ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય પરંતુ સમયાંતરે ચાલુ રાખવાની હિમાયત કરતા નિવૃત જનરલ ગગનદિપ બક્ષી

દેશની ઈજ્જત, દેશની વફાદારી અને દેશનો ઝંડો દરેક સૈન્ય અને નાગરિકો માટે ખુબ જ મહત્વનો અને તેની રક્ષા એજ પ્રથમ કર્તવ્ય

DSC 6602

વિશ્વભરમાં ભારતીય સૈન્યની પહોંચ ખુબ જ અનોખી છે જેને લઈ ભારતીય સૈન્યના નિવૃત મેજર જનરલ ગગનદિપ બક્ષીએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતીય આર્મીના જવાનો કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પોતાની જાતને અને પોતાના પલટનને એક જુથ રાખી વિરોધીઓ સામે તુટી પડતા હોય છે પરંતુ ખેદની વાત એ છે કે હાલ ભારતીય સૈનિકોએ ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતના રાજકારણીઓ ભારતીય સૈનિકોને પ્રોત્સાહન આપવાના બદલે તેમના પર અનેક વખત એફઆઈઆર દર્જ કરાવતા જોવા મળે છે. આ કેટલાઅંશે વ્યાજબી વાત છે. વાત કરીએ તો કાશ્મીરમાં જે જંગ ચાલુ છે તેમાં આતંકીઓ કરતા સિવિલયનો ભારતીય સૈનિકોને ઘણી ખરી તકલીફો પહોંચાડતા હોય છે. પ્રાંસલા ખાતે જે રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેનો એકમાત્ર હેતુ આજના યુવાધનમાં દેશ ભકિતનો સંચાર કરવાનું મુખ્ય કારણ છે.

DSC 6631

‘અબતક’ના મોંઘેરા મહેમાન બનેલા નિવૃત જનરલ જી.ડી.બક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સૈન્યના જે પેરાટ્રુપરો છે તે જયારે ૩૦૦૦ ફુટની ઉંચાઈએથી કુદકો મારે છે તો તેમને ભરોસો હોય છે કે તેમનું પેરાશુટ ખુલ્લી જશે. ઘણી વખત તેઓનું પેરાશુટ ન ખુલતા તેઓ ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે ત્યારે તે સૈનિકમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે ફરીથી તેઓને એરફિલ્ડ પર લઈ નીચે કુદકો મારવાનું કહેવામાં આવતું હોય છે. હાલ આતંકીઓ પોતાનો આતંક જમ્મુ-કાશ્મીરથી લઈ પંજાબ સુધી ફેલાવી રહ્યા છે જેમાં વાંક આપણા સૈન્યનો નહીં પરંતુ સુચના આપનારનો છે. કારણકે ૮૦૦ વર્ષથી ભારત દેશે માર જ ખાધો છે અને લુંટવામાં પણ આવ્યું છે ત્યારે ચીન જયારે ૧૦૦ વર્ષ સુધી અન્ય દેશોનો માર ખાધો તેના પરથી તેઓએ સબક શીખી અત્યારે મહાસતા બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે અને અન્ય દેશોને પણ ચીનથી ડરવું પડી રહ્યું છે.

Untitled 1 106

હવે સમય આવી ગયો છે કે ભારતીય સૈનિકોની સાથે ભારતીય નાગરિકોએ એક જુથ થઈ આ તમામ સમસ્યાને અને તકલીફોને પહોંચી વળવું પડશે. વધુમાં તેઓએ ચીન પ્રાંતમાં ૧૦ લાખ મુસ્લિમોને જે બંધક બનાવ્યા છે તેના પ્રતિઉતરમાં જનરલ જી.ડી.બક્ષીએ જણાવતા કહ્યું હતું કે, ચીન એક મહાસતા છે અને ચીન સામે બાથ ભીડવા કોઈ પણ દેશ તૈયાર ન થાય કારણકે તે પોતાના પર અત્યાચાર ગુજરે તે કદી સહન ન કરી શકે અને જયારે ચીને પાકિસ્તાનને આર્થિક રીતે રોકાણ કરવાની જે વાત કરી હતી તેણે જોઈ તેઓ અત્યારના ચીન સાથે સંબંધ સુધારવા માંગે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોવાથી તે જંગ છેડી શકે તેમ પરિસ્થિતિમાં જ નથી.

DSC 6608

વધુમાં તેઓએ સર્જિકલ સ્ટ્રાઈક વિશે જણાવતા કહ્યું હતું કે, ભારત દેશે જે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી તે ખુબ જ કાબીલે તારીફ છે પરંતુ તેને સતત ચાલુ રાખવાની જરૂર હતી. વધુમાં તેઓએ લડેલા ૧૯૭૧ના યુદ્ધ વિશે જણાવતા કહ્યું હતું કે, તે સમય તેમને નિયત સમય કરતા વહેલા કમિશન કરવામાં આવ્યા હતા અને તેમની બેંચના ઘણા ખરા સૈનિકોને નુકસાન પહોંચી હતી પરંતુ યુદ્ધના ૧૪ દિવસમાં જ પાકિસ્તાનના બે ટુકડા કરી દેવામાં આવ્યા હતા. સાથોસાથ તેઓએ સૈન્ય દ્વારા વપરાતા હથિયારો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કારગિલ યુદ્ધ વખતે જે તોપ આપવામાં આવી હતી તેના સહારાથી જ કારગિલ વોર ભારત જીતી શકયું હતું અને પોતાની ઈન્ફેન્ટરી સુધી સૈન્ય પહોંચી શકયું હતું. હાલ ચીન પાંચમાં જનરેશનના લડાકુ વિમાનોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભારત હાલ ચોથા જનરેશનના લડાકુ વિમાનોનો ઉપયોગ કરે છે.

DSC 6619

વર્ષોથી ભારત દેશની મહિલાઓ ઉપર અનેકવિધ અત્યાચારો થતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે સમય આવી ગયો છે કે ભારતે પોતાની સમક્ષ આંગળી ચિંધનારને સબક શીખવાડવો જોઈએ. ભારતીય સૈન્યની વાત કરીએ તો તે નામ, નમક, નિશાન આ મુદા ઉપર આગળ વધી રહ્યું છે. જેનો મતલબ એ છે કે દેશની ઈજ્જત, દેશની વફાદારી અને દેશનો ઝંડો તથા રેજીમેન્ટનો ઝંડો સદેહ ફરકતો રહે. હાલ પાકિસ્તાન ફરીથી ભારત સામે પોતાનું માથુ ઉંચુ કરી રહ્યું છે અને આંખ પણ દેખાડી રહ્યું છે. વાત કરવામાં આવે તો પાકિસ્તાન વાતો કરી પાછળથી ઘા કરી રહ્યું છે. જેનો પ્રતિઉતર ભારતે આપવો ખુબ જ અનિવાર્ય બની ગયો છે.

DSC 6624 2

રાષ્ટ્રીય સુરક્ષાને લઈ સરકારે ફૌજમાં ૪૦ થી ૫૦ વર્ષ જુના મીગ વિમાન જે ઉપયોગમાં આવી રહ્યા છે તેની સાથોસાથ રાફેલ ફાઈટર જેટનો પણ સમાવેશ કરવો જોઈએ ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારતા રાજકીય પક્ષ શું સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી. કયાંક એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને નહીં પરંતુ પાકિસ્તાની સરકારને તેઓ અનુકુળ થઈ રહ્યા છે.

નિવૃત જનરલ ગગનદીપ બક્ષીએ ઉદાહરણ દેતા જણાવ્યું હતું કે, જાપાન ખરાઅર્થમાં દેશભકત માનવામાં આવે છે ત્યાં વસતા નાનાથી લઈ મોટી ઉંમરના લોકોને પોતાના દેશ પ્રત્યેની ઈજજત, આબરૂ, તે મહત્વની હોય છે અને તેની સામે આંગળી ચિંધનાર કે પછી દેશ વિરુઘ્ધ બોલનારને તે કદી છોડતા નથી કે નથી માફ કરતા આજ દેશ દાઝની ભારતના નાગરીકોને જરૂર છે અને તેને સમજવાની પણ આવશ્યક છે જો ભારત દેશ આ વાત સમજી જશે તો વિશ્વનો કોઈ દેશ ભારત સામે આંગળી ચિંધી નહીં શકે અને ઉંચી નજર કરીને જોઈ પણ નહીં શકે.

DSC 6618

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.