આજે લોકો હિન્દી સિરીયલો વધુ જોવે છે પણ ગુજરાતી સિરીયલો જોતા નથી માતૃભાષા ને મહત્વ મળે તેમાં સમાજના દરેક વર્ગનો સહયોગ જરૂરી
ગુજરાતી ચલચિત્રો સિરીયલના સ્ટાર વિક્રમ મહેતાએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે આજે ગુજરાતી ફિલ્મો-સિરીયલો ખૂબજ સારી આવી રહી છે. લોકડાઉન બાદ હવે ધીમેધીમે શુટીંગ શરૂ થયું છે. ઘણી સારી ફિલ્મો આવી રહી છે. સમાજના દરેક વર્ગે આપણી માતૃભાષા-ગુજરાતીને મહત્વ આપવા સહયોગ આપવો પડશે.
હિન્દી સિરીયલો લોકો વધુ જોવે છે તેવા પ્રશ્ર્નના જવાબમાં ફિલ્મ સ્ટાર વિક્રમ મહેતાએ જણાવેલ કે હિન્દી સિરીયલો કરતાંય આપણી ગુજરાતી સિરીયલો ઘણી સારી આવે છે તેનાં પેઈજ પર તમો કોમેન્ટ કરો ને ગમતા પાત્ર કે સુધારા વધારાના સુચનો કરો તો શ્રેષ્ઠતમ સુધારા થઈ શકશે. આજનો યુવાવર્ગ ગુજરાતી ફિલ્મો જોતો થયો છે. પણ તે હિન્દીને મહત્વ વધારે આપે છે. તેમ જણાવેલ હતુ.
વિક્રમ મહેતાએ ગુજરાતી પારિવારીક સિરીયલો જોવા પ્રોત્સાહન આપવું જરૂરી છે. આજે તો રીપીટ ટેલીકાસ્ટનું ઓપ્શન છે તો તેમાં તમારી ગમતી હિન્દી સિરીયલને જોવાનું રાખો ને ગુજરાતી અર્બન મુવી કે સિરીયલને પ્રાધાન્ય આપવું જરૂરી છે. તે વિક્રમ મહેતાએ જણાવેલ છે.
ઘણી બધી ફિલ્મો ટીવી સિરીયલોમાં કામ કરી ચૂકેલ વિક્રમ મહેતાએ અબતકને વધુમાં જણાવેલ કે હજી પણ જોઈએ તેટલો સહયોગ આપણી જ માતૃભાષા-ગુજરાતની ગુજરાતીને લોકો તરફથી મળતો નથી. ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મો સિરીયલો જોવા લાગશે ને ખાસ યુવા વર્ગ તે તરફ જોડાશે તો ભાવિ ઉજજવળ છે. આપણી ધણી બધી ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે.
વિક્રમ મહેતાએ રીઝવાન હિન્દી ફિલ્મમાં મુખ્ય રોલ કર્યો હતો. તેની સિરીયલોમાં કંકુ પગલા શુક્ર મંગળ, મહેક મોટાઘરની વહું, આ ફેમિલી કોમેડી છે. મુખ્ય હતી. નાટકોમાં પણ નટસમ્રાટ, મારી બાયડી ભારે વાયડી, તું છે લાજવાબ, ગરવી ગુજરાતણે રંગ રાખ્યો, જેવા શ્રેષ્ઠ નાટકોમાં તેમનો અભિનય વખાણાયો હતો.