કોર્પોરેટરથી માંડી મંત્રી સુધીનાં હોદા પર બિરાજમાન થઈને લોકસેવા કરવાનો જે મોકો મળ્યો તેનાથી હું
સંપૂર્ણ સંતોષ અનુભવું છુ: પક્ષ પ્રત્યે નારાજગી હોવાની વાતને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે આપ્યો રદીયો
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પક્ષથી નારાજ થયા હોવાની વાતો વહેતી થયા બાદ તેઓએ આજે સ્પષ્ટતા કરી છે કે, હું પક્ષથી જરાપણ નારાજ નથી, આ વાત ખોટી છે. કોર્પોરેટરથી માંડીને મંત્રી સુધીનાં હોદા પર બિરાજમાન થઈને પક્ષે પણ લોકસેવા કરવાનો જે મોકો આપ્યો છે તેનાથી સંપૂર્ણ સંતુષ્ટ છું અને આ વાતને રદયો આપું છું. જાહેર જીવનની અર્ધ સદી પુરી કરતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓએ ૧૯૭૧ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કેશુભાઈ પટેલ રાજકોટ ૧માં મનોહરસિંહજી જાડેજા સામે અને વાંકાનેર વિસ્તારની વિધાનસભા એમ બે સીટ લડતા હતા ત્યારથી તેને શરૂઆત કરેલ અને લાગલગાટ આ ક્ષેત્રમાં ધીરજ અને ખંતથી કામ કરતા રહ્યા. કાર્યનીશઆતમાંડો.હર્ષદભાઈવૈદ્યે, તેમની આંગળી પકડીને જનસંઘમાં કાર્યરત રહેલ ત્યારબાદ તેઓએ રમણીકભાઈ વૈદ્ય, કાંતિભાઈ વૈદ્ય, ચીમનભાઈ શુકલ, અરવિંદભાઈ મણીયાર વિગેરે સાથે પરિચય કરાવ્યો અને હાથ પકડીને સાથે ચાલનારા જીતુભાઈ શાહ વર્ષો સુધી માર્ગદર્શન આપતા રહ્યા જાહેર જીવનની કેડીમાં વોર્ડ નં.૮ના અદના એક કાર્યકર તરીકેથી શરૂ કરીને શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ ત્રણ વખત વર્ષો સુધી, પ્રદેશ કારોબારીના સભ્ય તરીકે સેવા કરતા રહ્યા. સમય પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સભ્ય તથા સાડા છ વર્ષ સુધી ચેરમેનની જવાબદારી પણ પક્ષે સોપેલ. ૧૯૯૧માં મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર તરીકે પક્ષે પસંદગી કરી પરંતુ પટેલે જણાવ્યું કે, આ છેલ્લુ વર્ષ છે આવતા વર્ષે કોર્પોરેશનની ચુંટણી છે માટે કોઈ સિનિયરને મેયર બનાવો તે વખતે મેયર બનવા માટે કાંતિભાઈ વૈદ્યે, વિનોદભાઈ શેઠ ના પડેલ અંતે મેયર તરીકે વજુભાઈ વાળાને પસંદ કર્યા અને પટેલને ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરેલ ડેપ્યુટી મેયરના આ સમય દરમિયાન સોરઠીયા વાડી ચોક, સુંદરિયા ખાણ સ્વિમિંગ પુલ આજીડેમ પક્ષી ઘર અને હાલનું જે ભારતનું સૌથી મોટું નેચરલ ઝુ તરીકે જેની ગણના થાય છે તે લાલપરીની ટેકરી ઉજજડ હતી તેને લીલીછમ બનાવવાનું કામ પણ તે સમયે હાથ ધરેલ.
જાહેર જીવનમાં ૫૦ વર્ષમાં અનેક ચડતી પડતી ના અનુભવ પણ લીધેલ તેમજ ૧૯૮૦ની લોકસભાની ચુંટણીમાં પક્ષની કારમી હાર પણ જોઈ. પણ પક્ષ બદલ્યો નહીં. પક્ષે તેમને કામની પક્ષને મજબુત કરવા માટે વર્ષો સુધી ચીમનભાઈ શુકલ અને અરવિંદભાઈ મણીયારની સાથે રહી તેમના આદેશ મુજબ કાર્ય કર્યું સૌરાષ્ટ્રમાં પક્ષનો વ્યાપ વધારવા સૌરાષ્ટ્રમાં ફુલી ફાંસી ગુંદાગર્દીને નાથવા ગુંદાગીરી નાબુદી સમિતિમાં જીલ્લા મહામંત્રી તરીકે તેમજ ખેડુતોને ત્રણ વર્ષનો પાક વિમો તે વખતની કોંગ્રેસ સરકાર ન આપતા સૌરાષ્ટ્ર ખેડુત લડત સમિતિ મારફત તે લડત ચલાવતા શિવલાલભાઈ વેકરીયા, ચકુભાઈ ડોડીયા એની સાથે રહી સક્રિય ભાગ લઈ ખેડુતોને ન્યાય અપાવેલ પક્ષપલટાની સામે ચીમનભાઈ શુકલએ કરેલ આમરણ તે ઉપવાસ વખતે દિવસ-રાત આંદોલનને વેગ આપવા સક્રિય ભૂમિકા રહી ૧૯૭૪ના નવ નિર્માણના આંદોલન વખતે અનામિક શાહ, પૃથ્વીસિંહ જાડેજા, અમિતાબેન ઓઝા સાથે સક્રિય ભૂમિકા ભજવેલ. ભારતીય જનતા પાર્ટીએ કાયમી સામેથી આપ્યું છે કયારેય માગ્યુ નથી પછી તે શાળા બોર્ડ હોય, મેયર, ડેપ્યુટી મેયર, ગ્રામ્ય વિકાસ નિગમ, ચેરમેન કે ધારાસભ્ય, મંત્રી અને ધારાસભ્ય આ અનંત યાત્રામાં રાજકોટની જનતાએ તેમજ જિલ્લા અને સૌરાષ્ટ્રની જનતાએ ખુબ જ પ્રેમ આપ્યો છે જેનું ઋણ ચુકવી શકાય તેમ નથી. ગામડેથી આવેલ એક ખેડુત પુત્ર જેને ઘડવામાં અને આ ક્ષેત્ર સુધી પહોંચાડવા અનેક લોકો સહભાગી બન્યા છે પરંતુ તેમાં ચીમનભાઈ શુકલ, અરવિંદભાઈ મણીયાર, વજુભાઈ વાળા, કેશુભાઈ પટેલ, સૂર્યકાંતભાઈ આચાર્યનો મોટો હિસ્સો રહયો છે જેનું ઋણ ચુકવી શકાય તેમ નથી.
કટોકટીના કાળમાં અને કાર્યકર્તાઓ મિસા હેઠળ જેલમાં હતા જેમાં ઘણા એવા કાર્યકર્તા હતા કે જેને ઘર ચલાવવાની પણ તકલીફ હતી તે સમયે અરવિંદભાઈ મણીયારની સુચના મુજબ પૈસા એકઠા કરવાનું કાર્ય કરેલ અને તે નાણા હંસિકાબેન મણિયાર મીસા વાસીઓ જેવો જરતમંદહતા. તેમના ઘરે દર મહિને જરૂરત મુજબ નાણા પહોંચાતા કરતા હતા. જયારે કામની શરૂઆત કરેલ ત્યારે કોંગ્રેસનો સુરજ તપતો હતો. પક્ષ સતા ઉપર કયારે આવશે તેનું આશાનું કિરણ દેખાતું ન હતું પરંતુ ૧૯૭૫માં રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી થઈ અને પ્રચંડ બહુમતીથી જનતા મોર્ચા ચુંટાયો. ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બની ત્યારબાદ અટલજી વડાપ્રધાન બન્યા. ત્યારબાદ ગુજરાતમાં ૧૯૯૫થી અત્યાર સુધી પક્ષનું શાસન જાણ્યું અને માણ્યું તેમાં પણ ૨૦૦૭થી વૈશ્ર્વિક મહામાનવ નરેન્દ્રભાઈ મોદી સાથે વિધાનસભા તથા ૨૦૧૪ પ્રધાનમંડળમાં કામ કરવાની તક મળી એ જીવનનું સંભારણું છે. મહાનગરોમાં યુ.એલ.સી. કાયદો હતો ત્યારે જે સુચિત સોસાયટી બની અને તેમાં હજારો કુટુંબ મકાનવાળા હતા પરંતુ આધાર ન હતો તે આધાર અપાવવાનો કાનુન વિધાનસભામાં સફળ રજુઆતના અંતે બન્યો તે હજારો કુટુંબનાં આશીર્વાદ સમાન ઐતિહાસિક કામનો યશ મળ્યો.