સોખડાના હરિધામ ખાતે યોજાયેલા આત્મીય યુવા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કર્યુ સંબોધન
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પોતાના વ્યવહારથી અન્યનું ઘડતર કરવું તે સંતનું કામ છે. સમાજજીવનમાં કમ કરનારાઓનો એક વર્ગ ઉભો કરવો તે જ સાચા સંતની નિષ્ઠા છે. સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીજી આવા જ એક ઉચ્ચ કોટિના સંત છે. તેમના આદર્શો-સંસ્કારને અપનાવીને વ્યસનમુકત સમાજનું નિર્માણ થયું છે તે જ પુરવાર કરે છે કે સ્વામીજીએ એક નવો સંસ્કાર ચિલો કંડાયો છે.
પ્રગટ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ૮૪ વર્ષમાં પ્રાગટયોત્સવના નિમિતે હરિ આશ્રમ, હરિધામ, સોખડા, આયોજીત આત્મીય યુવા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા અન્ય મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે: સ્વામીજીના હ્રદયમાં યુવાનો માટે જે પ્રેમ અને લાગણી છે તે આ યુવા સંમેલનમાં દેખાય પૂ. સ્વામીજીએ સમાજ સેવા અને યુવાનોના સંસ્કાર ઘડતર નું મહામૂલૂ કાર્ય કર્યુ છે. આ સંસ્કારના પગલે આપણું ગુજરાત વધુ વિકાસ પામશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સમર્થ ગુરુની પ્રેરણા લઇને વ્યકિતએ પોતાના જીવનમાં આગળ વધવું જોઇએ. એક નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદે વિશ્ર્વમાં હિન્દુ ધર્મની ધજા લહેરાવી અને બીજા નરેન્દ્ર એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વિશ્ર્વમાં ભારતનું નામ ઉચ્ચ શિખરે લઇ જવાનું કાર્ય કર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતનો સંકલ્પ સાકાર કરવા યુવાનોને અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે યુવાનો આપણાં રાષ્ટ્ર નિર્માણના નૂતન સંકલ્પ લઇને આગળ વધીએ તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યુઁ હતું હતું કે દેશમાં ૬૫ ટકા યુવાનો છે ત્યારે તેમના ચારિત્ર્ય ઘડતર અને સંસ્કાર સિંચન માટે આ આત્મીય યુવા મહોત્સવ એક આગવું સોપાન બનશે. યુવાનો ધર્મ રાષ્ટ્ર માટે સ્વામીજીએ દીર્ધદ્રષ્ટીપૂર્ણ કાર્ય કર્યુ છે.
લાખો યુવાનોને ધર્મમય જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય સંપ્રદાય અને સ્વામીજીએ કર્યુ છે તે અત્યંત પ્રસશનીય છે સ્વામીજી પ્રત્યે આંગણાં સૌની આદરભાવ છે. પૂ. સ્વામીજી હજી વર્ષો સુધી કાર્યરત રહે અને રાષ્ટ્ર તથા ધર્મનેહજી મજબુત બનાવે તેવી શુભેચ્છા પણ નાયબ મુખ્યમંત્રી એ આપી હતી. આત્મીય યુવા મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ઉજા મંત્રી સૌરભભાઇ પટેલ, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુભાઇ પટેલ, મેયર ગૌતમભાઇ શાહ, કલેકટર અવંતિકાસિંધ, જાણીતા ગાગિકા અનુરાધા પૌડવાલ, અક્ષર વિહારી સ્વામી, જગન્નાથ મંદીરના મહંત દીલીપદાસજી મહારાજ, સાધુ સઁતો આત્મીય પરીવારના ભકતજનો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.