રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૩ ના કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૩ ના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓ માટે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, સાધુ વાસવાણી રોડ ખાતે આજી બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય વિધિ કર્યા બાદ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને નાગરિકોની સેવા કરવાની જે ઉમદા તક મળી છે તેનો ખરા ર્અમાં સદુપયોગ કરવો જોઈએ. આવી તક દરેકને ની મળતી. નાગરિકો સરકારી કચેરીએ આવે છે કારણ કે તેઓ પોતાના કામ માટે મજબુર હોય છે અને આવા લોકોને મદદ કરવા જેવું સત્કાર્ય બીજું કોઈ હોઈ શકે નહી. આ તકે નાયબ કમિશનર આર. જે. હાલાણીએ કહ્યું હતું કે, તાલીમી કર્મચારીઓની ક્ષમતા વિકસે છે. જે તે ઇસ્યુને સમજવાની અને નિર્ણય લેવાની કાર્યક્ષમતા ડેવલપ ાય છે. જેનો સીધો ફાયદો જે તે અરજદાર મુલાકાતીઓને ાય છે. આ તાલીમ કાર્યક્રમમાં ” સ્પીપા ” ના ફેકલ્ટી ડો. એન.જી.દવે કર્મચારીઓને સરકારી સેવા, ફરજ અને જવાબદારી, વહીવટી બાબતો તેમજ સરકારી નીતિનિયમો વગેરે વિષયો અંગે તાલીમ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.