‘ખાઉ’ ગલીમાંથી બનેલી સુખી શેરીના ઉદઘાટન વેળાએ તિરંગા રંગોળી પર લોકો ચાલતા થયો વિવાદ: ને સજજનોએ સોશ્યલ મીડીયામાં ઠાલવ્યા આક્રોશ
રાષ્ટ્રધ્વજ તિરંગાની આમાન્યા જાળવવી એ દેશના દરેક નાગરિકની ફરજ છે. લોકો આ આમાન્ય જાળવે છે, પણ અમદાવાદમાં લોગાર્ડન ખાતે ૬૪ વર્ષ જૂની ‘ખાઉ’ ગલી’માંથી ‘સુખી શેરી’ બનેલી બજારના શુક્રવારે ઉદઘાટન થયા બાદ જમીન પર બનાવવામાં આવેલી ‘તિરંગા’ રંગોળી પર લોકો ચાલતા લોકોમાં આક્રોશ થયો છે. અને લોકોએ તેનો ગુસ્સો સોશ્યલ મીડીયા પર ઠાલવ્યો છે.
અમદાવાદમાં લોગાર્ડન ખાતે ૬૪ વર્ષ જૂની ખાઉ ગલીનું નવું નામકરણ સુખી ગલી કરતા તેનું શુક્રવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. અમદાવાદની પ્રસિધ્ધ પતંગ હોટલની કૃતિ સાથે તિરંગા રંગોળી બનાવવામાં આવી હતી. સુખી ગલીના ઉદઘાટન પછી ગઈકાલે સાંજે કેટલાક લોકો આ તિરંગા રંગોળી પર ચાલતા જોવા મળ્યા હતા. આથી લોકોએ સોશ્યલ મીડીયા પર આક્રોશ ઠાલવ્યો હતો.
સી. ચંદ્રશેખર દવે નામના નાગરિકે સોશ્યલ મીડીયા પર આક્રોશ ઠાલવતા જણાવ્યું કે લોકોએ આ આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે. મુઝમીલ મેમણ નામના નાગરિકે પણ આક્રોશ ઠાલવી જણાવ્યું છે કે આ આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન છે.
અરૂણ અને આરાધના કાંકરીયાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે અમે જમીન પર દોરેલા આ તિરંગા રંગોળીથક્ષ દૂર ચાલ્યા હતા અને અમે રાષ્ટ્રધ્વજની આમાન્યા જાળવી હતી. વરૂણે કહ્યું કે તિરંગા રંગોળીપરચાલવું એ આપણી કમનશીબી છે.
મ્યુ. કમિશ્નર નહેરા શું કહે છે
આ અંગે મ્યુ.કમિશ્નરે જણાવ્યું હતુ કે કેટલાક ઉત્સાહી યુવાન વિદ્યાર્થીઓએ આવી રંગોળી દોરી હતી લોકોએ રાષ્ટ્રધ્ધજની આમન્યા જાળવવી જોઈએ અને રંગોળીથી દૂર ચાલવું જોઈએ કેટલાક લોકો રંગોળી પર ચાલતા કેટલાક ફોટોગ્રાફ વિડિયોમાં ચાલતા જોવા મળ્યા છે. અમે તેની તપાસ કરીશું.
કાયદાના નિષ્ણાંતો કહે છેકે જમીન પર તિરંગો દોરવો એ ૧૯૭૧ કાયદા અનુસાર તિરંગાનું અપમાન છે. રાષ્ટ્રધ્વજના અપમાન બદલ ત્રણ વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. ઈમ્તીયાઝ પઠાણ નામના વકીલ કહે છેકે તિરંગાનો ફોટો કે પેઈન્ટીંગ ડ્રોઈંગ રાષ્ટ્રધ્વજની વ્યાખ્યામાં આવે છે. અને બંધારણની કલમ ૫૧ એ મુજબ દેશના દરેક નાગરીકે તેની આમન્યા જાળવવી જરૂરી છે.