વેરાવળ ખાતે પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની કાર્ય શિબિર યોજાઈ
કોમ્યુનિટી એકશન ફોર હેલ્થ અને નેશનલ ટોબેકો કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ ખાતે હોટેલ ડીવાઇનમાં ગીર-સોમના જિલ્લાનાં તાલુકા-જિલ્લા પંચાયત સહિત પંચાયતી રાજ સંસનાં સભ્યોની કાર્યશિબિર યોજવામાં આવી હતી. જેમાં અધ્યક્ષસ્થાને રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાએ કહ્યું કે, જિલ્લામાં કાર્યરત આરોગ્ય વિભાગ સહિત તમામ વિભાગનાં કર્મયોગીઓ બહારી આવે છે અને જેઓ શ્રેષ્ઠ ફરજ બજાવતા હોય તેમને પ્રોત્સાહિત કરવા એ પદાધિકારીઓની ફરજ છે.
જોટવાએ રાજય સરકાર દ્વારા ગરીબ છેવાડાનાં માણસ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા બાળકનાં જન્મી માણસની મૃત્યુ સુધી અનેકવિધ યોજનાઓ અમલી છે, તેમ જણાવી કહ્યું કે, તમામ યોજનાઓ આરોગ્ય કર્મચારીઓ તબિબોએ માનવતા દાખવી લોકો સુધી પહોંચાડવી એ તેમની નૈતિક ફરજ છે.
જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર કહ્યું કે, આરોગ્ય અને શિક્ષણમાં કોઇ કર્મચારી કે અધિકારી સામે એકશન લેવા પડે એતો ખુબ દુ:ખદ બાબત છે. આ બન્ને સેવાઓમાં વ્યવસાયીકતાનાં બદલે નૈતિકતાને પ્રામિકતા અપાવી જોઇએ. તેમણે અધિકારી-કર્મચારી સાથે પદાધિકારીઓને સ્વૈચ્છીક વ્યસન મુક્તિમાટે અનુરોધ કર્યો હતો.
કાર્ય શિબિરના પ્રારંભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યએ સૈાના સ્વાગત સો આરોગ્ય વિષયક યોજનાની વિગતો આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.બી.બામરોટીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડો.ચૈાધરી અને મેલેરીયા અધિકારી ડો.રેશ્માબેને પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમી આરોગ્ય વિષયક યોજનાઓની જાણકારી આપી હતી. કાર્ય શિબિરમાં જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ બાબુભાઇ વાઘેલા, જિલ્લા આરોગ્ય સમિતિનાં ચેરમેન હરીભાઇ સોલંકી, સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન કિરણબેન સોસા, અગ્રણી ડાયાભાઇ જાલંધરા, પ્રતાપભાઇ પરમાર સહિત પંચાયતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.