શહેરની તબલીગીની જુદી જુદી મસ્જીદ ખાતે પોલીસ અને આઇબી દ્વારા તપાસનો ધમધમાટ
કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે દેશભરમાં ૨૧ દિવસ લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે દિલ્હીના નિઝામુદીન ખાતે તબ્લીગી જમાતના ૧૭૪૬ લોકો એકઠા યા બાદ મોટી સંખ્યામાં કોરોના વાયરસનો ચેપ લાગ્યાનું સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. તબ્લીગી જમાતમાં ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં હાજરી આપ્યાનું બહાર આવ્યું છે. જેમાં રાજકોટના અંદાજે ૧૫ જેટલા તબ્લીગીઓ દિલ્હી નિઝામુદીનની મસ્જીદમાં ગયાની શંકા સાથે આઇબી અને પોલીસ દ્વારા શહેરની જુદી જુદી તબ્લીગીઓની મસ્જીદ ખાતે તપાસ શરૂ કરી છે.
સામાન્ય રીતે તબ્લીગી જમાતનો કોઇ કાર્યક્રમ હોય તે પૂર્વે જ કેન્દ્ર અને રાજયની ગુપ્તચર સંસ્થા દ્વારા રિપોર્ટ કરવામાં આવતો હોય છે. જેમાં તબ્લીગી જમાતમાં કેટલી સંખ્યામાં માણસો એકઠાં થવાના છે. ક્યાં રોકાશે, કયા વાહનમાં આવશે અને કોને કોને મળશે સહિતની વિગત સાથેનો રિપોર્ટ સ્ટેટ આઇબી અને સેન્ટ્રલ આઇબી દ્વારા કરવામાં આવતો હોય છે.
દિલ્હી ખાતે તબ્લીગી જમાતનો કાર્યક્રમ યોજયો અને દેશના વિવિધ રાજયમાંથી અંદાજે ૧૭૪૬ જેટલા લોકો એકઠાં યા તેમા ૨૧૬ વિદેશી નાગરિકોની હાજરીના કારણે કોરોના વાયરસને તબાહી મચાવી દેતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. તબ્લીગી જમાતના કાર્યક્રમ અંગે આઇબી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો કે નહી અને રિપોર્ટ કરવામા આવ્યો તેમ છતાં દિલ્હીમાં મરકજનો કાર્યક્રમ કેમ યોજવા દેવામાં આવ્યો તે અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ શરૂ થઇ છે.
દિલ્હીના નિઝામુદીન મરકજ મસ્જીદમાં સુરત, ભાવનગર, બોટાદ અને મોરબીમાંથી મોટી સંખ્યામાં તબ્લીગીઓ હાજર રહ્યાનું સામે આવ્યું છે ત્યારે રાજકોટમાંથી પણ તબ્લીગીઓ દિલ્હી ગયાની શંકા સો આઇબી દ્વારા છાનભીન શરૂ કરવામાં આવી છે.
તબ્લીગીઓની રાજકોટ ખાતે ભાવનગર રોડ પર પટેલ વાડી સામે, આમ્રપાલી પાસે નહેરૂનગર, ગવલીવાડ, પરાબજાર અને ઇસ્ટ ઝોન સામે મસ્જીદ હોવાથી ત્યાં પોલીસ સ્ટાફ દ્વારા તબ્લીગીઓ દિલ્હી જમાતમાં કોણ અને કેટલી સંખ્યામાં ગયા હતા તે અંગે તપાસ કરી હતી. રાજકોટમાંથી ૧૫ જેટલા તબ્લીગીઓ દિલ્હી ગયાની શંકા સાથે તમામના મોબાઇલ નંબર મેળવી તપાસ કરતા કેટલાકના મોબાઇલ સ્વીચ ઓફ જણાતા તેઓ દિલ્હી નિઝામુદીન ખાતે મસ્જીદમાં ગયા હોવાની પણ તેઓ દિલ્હી ગયાનું છુપાવી રહ્યાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
દિલ્હી નિઝામુદીન મસ્જીદમાં તબ્લીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેલંગાણાના એક સાથે છ કોરોના પોઝિટીવ દર્દીના મોત થતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. તબ્લીગીઓના સંક્રમિતના કારણે કોરોના વધુ પસરે તે પહેલાં ગૃહ મંત્રાલય દ્વારા દેશના તમામ રાજયના પોલીસ વડાને પત્ર લખી એલર્ટ કરવામાં આવ્યા છે. દિલ્હી નિઝામુદીન મસ્જીદમાં ગયેલા તબ્લીગીઓની તબીબી ચકાસણી કરી કવોરન્ટાઇન કરવાની સુચનાના પગલે રાજકોટના તબ્લીગીઓ દિલ્હી ગયા હતા કે નહી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.
કોરોનાના કારણે દેશભરમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે તબ્લીગીઓ દ્વારા જુદી જુદી મસ્જીદોમાં ધાર્મિક કાર્યક્રમ યોજાતા હોવાી કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી આવેલા તબ્લીગીઓના વિઝા હોય તો પણ તેઓને તેમના દેશમાં પરત કરવાની અપાયેલી સુચનાના પગલે સેન્ટ્રલ અને સ્ટેટ આઇબી પાસે સરકાર દ્વારા રિપોર્ટ માગવામાં આવ્યો છે. ત્યારે ૭૦૦થી વધુ વિદેશી તબ્લીગીઓ ભારતમાં હોવાની વિગતો બહાર આવી છે.
રાજકોટમાં વાંકાનેરના કોરોના શંકાસ્પદ વૃઘ્ધનું મોત
ગુજરાતભરમાં કોરોનાના ૮૪ પોઝીટીવ કેસ નોંધાયા છે અને હાલ સુધી કુલ ૬ દર્દીઓના મોત નિપજયા છે. ત્યારે રાજકોટ શહેરનો સૌ પ્રથમ પોઝિટીવ કેસના રિપોર્ટ નેગેટીવ આવતા રાહતનો શ્ર્વાસ લીધો હતો. ત્યારે ગઇકાલે કોરોનાના લક્ષણોના કારણે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં વાંકાનેરના ૬૫ વર્ષના વૃઘ્ધાને દાખલ કરી તેમના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. વૃઘ્ધનો રિપોર્ટ આવે તે પહેલા જ આજરોજ શંકાસ્પક દર્દીએ આઇસોલેશન વોર્ડાનં દામ તોડતા તેઓને આંતરરાષ્ટ્રીય ગાઇડ લાઇન પ્રમાણે દફનવિધી હાથ ધરવામાં આવશે. સાથે મૃતક વૃઘ્ધની કોઇ ટ્રાવેલીંગ હીસ્ટ્રી નહિ હોવાનું અને વૃઘ્ધને ડાયાબીટીસ હોવાનું પણ જાણવા મળ્યું હતું ત્યારે આજરોજ સાંજે વૃઘ્ધના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ જાણવા મળશે.