• જૂનાગઢમાં થયેલી 26 લાખની લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો
  • રાજકોટના લાઈટ ડેકોરેશનના ધંધાર્થી આંગડિયું કરે તે પૂર્વે જ લૂંટને અંજામ આપી લૂંટારૂ થયાં’તા ફરાર

જૂનાગઢમાં સોમવારની સમી સાંજે રૂ. 28 લાખની લૂંટનો બનાવ સામે આવતા એલસીબી, એસઓજી સહીતની પોલીસ દોડતી થઇ હતી. દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરી લીધો છે. સમગ્ર મામલામાં રાજકોટથી આવેલા મિત્રના મિત્રને પાંચિયા ગેંગે લૂંટી લીધાનું સામે આવ્યું હતું. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે પાંચિયા સહિત બે શખ્સોને ગણતરીની કલાકોમાં 28 લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા.

આરોપીઓને જાણે કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ જુનાગઢ શહેરમાં સોમવારે ત્રણ શખ્સોએ 26 લાખની લૂંટ ચલાવી પોલીસને પડકાર ફેંક્યો હતો. રાજકોટથી આવેલા અને લાઇટ ડેકોરેશનનો ધંધો કરતા રમજાન ઉઠમના તેના મિત્રો સાથે બહારગામ જવા નીકળ્યો હતો. ત્યારે જૂનાગઢના અયાન ઉર્ફે પાંચિયાએ રમજાન અને તેમના મિત્રોને કેશોદ નજીક જમાડી જૂનાગઢમાં મિત્રો સાથે મળી 26 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો.

રાજકોટ થી આવેલ અને લાઇટ ડેકોરેશનનું કામ કરતા ફરિયાદી રમજાન તેના મિત્ર બિલાલ અને મયુરસિંહ સાથે જુનાગઢ આવ્યા ત્યારે પાંચિયો તેના મિત્ર સાથે ઉભો હતો. તે સમયે ફરિયાદીના મિત્ર મયુરસિંહે રમજાન ને કહેલ કે મારે 28 લાખનું એક આંગળીયુ કરવું છે. ત્યારે આરોપી અયાન પાંચિયાએ આંગળીયા પેઢી નજીકમાં આવેલ છે તેવું કહી ફોરવીલ રોડ રાખી બાઈક પર બેસાડી તેના મિત્રો સાથે મળી 26 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. સમી સાંજે લૂંટની જાણ થતા પોલીસે આરોપીઓને પકડવા નાકાબંધી કરી હતી. ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાદમીદારોને આધારે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

મામલામાં રમજાન હારુનભાઈ ઉઠમનાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તે પોતાના મિત્ર સાથે બહારગામ જવા નીકળ્યા હતા ત્યારે કેશોદ બાયપાસ ચોકડી નજીક બપોરના સમયે પહોંચ્યા હતા. એ સમયે ફરિયાદી રમઝાન ઉઠમનાને તેના મિત્રને બિલાલને આરોપી અયાન ઉર્ફે પાંચિયાનો ફોન આવ્યો હતો. જૂનાગઢનો આ પાંચિયો રાજકોટથી આવેલા રમજાન ઉઠમનાના મિત્રનો મિત્ર હતો. પાંચિયો ફરિયાદી અને તેમના મિત્રોને કેશોદ નજીક આવેલ વછરાજ હોટલમાં જમવા લઈ ગયો હતો અને ત્યારબાદ આ તમામ લોકો જુનાગઢ ખાતાએ આવેલા ગાંધી ચોક પહોંચ્યા હતા. જ્યાં આ બધા સાથે પાંચિયાના મિત્રો પણ હાજર હતા. ત્યારે ફરિયાદી સાથે આવેલા તેના મિત્ર મયુરસિંહને એક આંગળિયું કરવાનું હોવાથી અયાન ઉર્ફે પાંચિયાએ ફોરવીલ તેની પાછળ હંકારવાનું કહ્યું હતું. ત્યારે ફરિયાદી તેમજ તેના મિત્રએ પાંચિયા અને તેના મિત્રોની મોટર સાયકલની પાછળ પોતાની કાર જવા દીધી હતી.

રસ્તામાં પોતાની બાઈક ઉભી રાખી રમજાનને કહેલ કે આગળ ફોરવીલ નહીં જાય તમે બાઈકમાં બેસી જાવ. તે સમયે ફરિયાદી રમઝાન અયાન ઉર્ફે પાંચિયાની બાઈક પર બેસી આંગળીયા પેઢી તરફ જવા લાગ્યા હતા. ત્યારે રસ્તામાં આરોપી પાસે ફરિયાદીને ઉભા રાખી પાંચીયો અને તેના મિત્રો ત્યાંથી જતા રહેલા હતા. ત્યારે થોડીવારમાં અયાન ઉર્ફે પાંચિયાના મિત્રએ આવી ફરિયાદી રમઝાનની ડોક પર છરી રાખી રોકડ રૂપિયા ભરેલો 26 લાખનો બેગ લઈ બે ઇસમો ફરાર થઈ ગયા હતા. જેને લઈ ફરિયાદી રમજાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 26 લાખ રોકડ રૂપિયાની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં અયાન ઉર્ફે પાંચિયો, રમીન ખાન ઉર્ફે ભાવનગરી અને સાહિલ દલને ઝડપી પાડ્યા હતા. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા ત્રણે આરોપીની હાલ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ મામલે જુનાગઢ એસટી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે જુનાગઢ પોલીસને સાંજે 7:00 વાગ્યે ગડે છરી બતાવી બે વ્યક્તિ 26 લાખ રૂપિયા રોકડ લૂંટી ચલાવી નાસી ગયા છે તેવો ફોન આવ્યો હતો. આ વાતની જાણ થતા ફરિયાદી અને રૂબરૂ બોલાવી પોલીસે તમામ હકીકત જાણી આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી. ત્યારે ફરિયાદી રમઝાન ઉઠામનાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 26 લાખની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી હતી. જમા ફરિયાદીએ મયુરસિંહ સોલંકી અને જૂનાગઢના અયાન ઉર્ફે પાંચિયા મળી કેશોદ ગયા હતા. પરંતુ ત્યાં આંગળીઓ ન કરતા આ તમામ જુનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે ફરિયાદીની અને અયાન ઉર્ફે પહોંચ્યો 26 લાખ રૂપિયા લઇ જઈ રહ્યા હતા ત્યારે પાંચિયાના બે મિત્રોએ ફરિયાદી રમજાનના ગળે છરી રાખી 26 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે જુનાગઢ પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી હતી ત્યારે જુનાગઢની મળી હતી કે આરોપીઓ વંથલી તરફ જઈ રહ્યા છે. જેના આધારે જુનાગઢ એલસીબી ની ટીમ દ્વારા આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. જુનાગઢ એલસીબી દ્વારા અયાન ઉર્ફે પાંચિયો, સાહિલ ઉર્ફે સોહીલો અને રમીન ખાન ઉર્ફે ભાવનગરીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે રૂ.26,00,000 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી અયાન સહિત અન્ય બે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ફરીયાદી આ લાખો રૂપિયા ક્યાં હેતુથી લાવ્યા હતા ? કોને આંગળીયા કરવાના હતા ? અને આ લૂંટના ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.