એર ઈન્ડિયા દ્વારા દરરોજ એક ફ્લાઈટ શરૂ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી છે. હજુ આ દરખાસ્ત અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ટુંક સમયમાં આ ફ્લાઈટ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
વધારાની જે ફ્લાઈટ તે મહિનાની 1,4 અને 6 તારીખે સવારે 10:10 વાગ્યે મુંબઈથી રાજકોટ આવશે અને 10:40એ રાજકોટથી ઉપડી મુંબઈ પહોંચશે. આ ઉપરાંત તા 2,3,5 અને 7મી તારીખે સવારે 7:10એ રાજકોટ આવી પહોંચશે અને 7:40 વાગ્યે રાજકોટથી મુંબઈ રવાના થશે.