સ્કીલ આધારીત સિસ્ટમથી યુ.કે.ની નાગરિકતા આપવામાં આવશે: ઇમિગ્રેશન પોલીસીમાં ફેરફારોથી ભારતીયોને ફાયદો
બ્રિટીશ વડાપ્રધાન થેરેસા મેએ મંગળવારના રોજ યુકેની બ્રેકસીટ ઇમિગ્રેશન સિસ્ટમ અંગેના નવા નિયમો વિશે માહીતગાર કરતા કહ્યું હતું કે યુરોપિયન સીટીઝન માટે ફિડમ ઓફ મુવમેન્ટ રહેશે. બે્રકસીટના ઇમિગ્રેશન પ્લાનથી યુકેમાં પ્રતિભા ધરાવતા ભારતીયોને ફાયદો થશે.
ભારતીઓના યુકેમાં પ્રવેશ અને વેપાર માટે લાંબા સમયથી સમસ્યા હતી ત્યારે આ પોલીસી અંતર્ગત હવે વધુ સ્કીલ ધરવાતા લોકોને તક મળી રહેશે. માટે ઇમિગ્રેશન સિસ્ટમ પ્રતિભા ઉપર આધારીત રહેશે. પછી તે કોઇપણ દેશના માઇગ્રન્ટ હોય જો આવડત ધરાવનાર હશે તો તેને યુકેમાં પ્રવેશ મળશે.
દશકામાં પ્રથમ વખત બ્રીટેશમાં કોણ આવશે કોણ નહી આવે તેનું નિયંત્રણ દેશ દ્વારા જ કરવામાં આવશે યુકે સરકારે કહ્યું કે આ નવી પોલીસીથી ઓછી આવળત ધરાવતા લોકોનો પ્રવેશ ઓછા થશે. ૨૦૨૧ સુધીમાં આ પોલીસીની અમલવારી કરી દેવામાં આવશે જે સ્કીલ્ડ લોકો એપ્લીકેશન માટે સફળ રહેશે તેઓ તેના ભવિષ્યના એપ્લોયમેન્ટની મંજુરી બાદ પોતાના પરિવારને લાવી શકશે. કમીટીમાં થયેલ ચર્ચામાં સામે આવ્યું કે વિઝા દેવામાં સ્કીલની તપાસ કરવાથી દેશને પણ ફાયદો થશે આ બ્રેકસીટ સિસ્ટમની અમલવારીથી બ્રીટેશના નાગરીકો માટે ફ્રી મુવમેન્ટ રુલ્સ રહેશે.
વર્તમાન સમયમાં બ્રીટેનમાં નાગરીકતા મેળવવા માંગતા વિદેશીઓ ઉ૫ર ૨૦,૭૦૦ પ્રતિવર્ષ માટેનું ક્રેપ રાખવામાં આવ્યું છે. ભારતમાં કેટલાક લોકો હાઇલી સ્કીલ્ડ છે જેને બ્રીટેનની કંપનીઓ તક આપી શકે છે.