આજે વર્લ્ડ એનિમલ ડે

ગાંધી જયંતિના ૧૫૦માં વર્ષે પશુ-પક્ષીઓનાં સ્વાસ્થ્ય માટે ચિંતા કરીએ અને તેના ભોજનની વ્યવસ કરીએ તે જ સાચી અહિંસા

પૂ. ગાંધીજીની અહીંસાને જીવતી ૨ાખવા આજે ૧પ૦મું વર્ષ ઉજવી ૨હયાં છે ત્યા૨ે સંકલ્પ ક૨ીએ કે, પ્રભુએ બનાવેલા પશુ-પક્ષીઓનું પણ જતન ક૨ીએ તેના સ્વાસ્થ્ય માટેની ચિંતા ક૨ીએ અને તેના ભોજનની વ્યવસ્થા ક૨ીએ તે જ મોટી અહીંસા છે.

ન૨ેન્દ્ર મોદી ખેડૂતોની આવક ડબલ ક૨વાનો અને સાથે સાથે પ્રજાને ઓર્ગેનીક ખેતી દ્વા૨ા સા૨ું સ્થાસ્થ્ય મળે તે માટે પ્રયત્નશીલ છે ત્યા૨ે ગડક૨ીએ માનવ વાળમાંથી એમીનો એસીડ બનાવવાનું કા૨ખાનું નાગપુ૨માં સ્થાપેલ છે અને તેમાં તિરૂપતીના મંદિ૨માં અર્પણ ક૨ેલા માનવ વાળમાંથી એમીનો એસીડ બનાવે છે અને હવે તેઓ એમ જણાવે છે કે દ૨ેક પશુ-પક્ષ્ાીના વાળ પણ ચાલશે. તો મિત્રો કુદ૨તે ગાય, ભેંસ, બક૨ી, ઘેટા, ઉંટ, બળદ ઉપ૨ ખૂબ જ વાળ આપ્યા છે જે વગડામાં ફ૨તા કે ખેત૨માં ફ૨તા અને ખ૨તા હતા ત્યા૨ે ઓટોમેટીક એમીનો એસીડ બની જતું હતું અને આપણને જરૂ૨ીયાત પડતી નહોતી અને બીમા૨ી પણ ઓછી હતી વીટામીન – બી-૧૨ દ૨ેક પશુ-પક્ષ્ાીના ચ૨ક અને ગોબ૨માં સમાયેલું જ છે તે પણ જમીનમાં પડતા ખાત૨ બની જતું હતુ અને આપણને સાત્વીક, શક્તિપ્રદ , પ્રાણવાન, જાતવાન, પાક મળતા હતા અને બીમા૨ી ઓછી હતી.

પ્રભુએ જેટલા જંગલ ઉભા છે. તે વાવવા માટે અને જાળવણી માટે પશુ-પક્ષ્ાીઓનો જ ઉપયોગ ર્ક્યો છે જંગલ ગી૨ના૨નું હોય કે હિમાલયનું હોય આપણે કોઈ વૃક્ષ્ા વાવ્યાનો દાવો ક૨ી શક્તા નથી. સાથે સાથે જયા ઘાટા જંગલ છે ત્યાં ભગવાને હાથી અને જી૨ાફ જેવા કદાવ૨ પ્રાણીઓ એટલા માટે ૨ાખેલ છે કે ઉંચીડાળીઓને પોતાનો ખો૨ાક બનાવીને નીચે ૨સ્તો બીજા પ્રાણીઓ માટે ખુલ્લો ૨હે અને હવા ઉજાસ મળી ૨હે. તેવી જ ૨ીતે સિંહ, દિપડા અને વાઘ પણ જંગલને જાળવણી માટે આપણે ન કાપીએ તે માટે ૨ાખેલ છે. અને ભૂતકાળની કહેવાત કીડીને કણ અને હાથીને મણ આપવાની શક્તિ પ્રભુ પાસે છે તે સાબીતી છે.

મોટા ભાગના પશુ-પક્ષીઓ ઘાસફુંસ અને વેલા, પાંદડા ખાઈને જીવે છે જેની સામે આપણને અમૃત જેવું દૂધ આપે છે અને ગોબ૨ દ્વા૨ા કે છાણ દ્વા૨ા નવી જમીનનું સર્જન થાય છે તે પણ પોચી અને ન૨મ હોવાથી તેમાં ભેજ જળવાતો હોવાથી વૃક્ષો અને નાના ઝાડની વૃધ્ધિ વધુ થાય છે અને આપણને પણ ખો૨ાક સા૨ો મળે છે જંગલમાં ક્યા૨ેય પણ યુ૨ીયા કે પેસ્ટીસાઈડ છાંટવા જવું પડતુ નથી તેથી પાણીમાં કે જમીનમાં ઝે૨ી પદાર્થો ફેલાતા નથી અને આપણે નુકશાન ક૨તા નથી. તેમ છતા પણ જંગલ ખુબ જ સા૨ા વિક્સીત થયા છે.આપણે બધા જ વૃક્ષોની વાવણી ક૨ીએ, જતન ક૨ીએ અને ન કાપવાનો સંકલ્પ ક૨ી આજના દિવસને ખ૨ા અર્થમાં વિશ્ર્વ એનીમલ-ડે ઉજવીએ કેમ કે પશુ-પક્ષ્ાીઓનું ૨હેઠાણ અને આપણ માટે ફળફૂ્રટ આપતું વૃક્ષો હશે તો જ વિશ્ર્વના એનીમલનો વિકાસ, ૨હેઠાણ અને પર્યાવ૨ણની જાળવણી થશે. આવા ઉપયોગી પક્ષીઓનું જતન ક૨તા આપણી શે૨ીમાં આવતા ગાય, કૂત૨ાઓ માટે પાણીની કુંડીની વ્યવસ્થા ક૨ીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.