તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૦થી બચત ખાતામાં રૂ.૫૦૦થી ઓછી રકમ હશે તો નિયત ચાર્જ લગાડવામાં આવશે
પોસ્ટ વિભાગ દેશભરનાં નાગરીકોને ઉતમ સુવિધા પુરી પાડી રહ્યું છે. ત્યારે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને હવે પોસ્ટ વિભાગમાં બચત ખાતા ધરાવતા ગ્રાહકોને રૂા.૫૦૦ રાખવા ફરજીયાત બન્યા છે. આગામી તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૦થી બચત ખાતામામાં રૂા.૫૦૦ની રકમ હોવી જોઈએ અને જો તેનાથી ઓછી બેલેન્સ હશે તો નિયત ચાર્જ લગાડવામાં પણ આવશે.
સુપ્રીન્ટેન્ડન્ડ ઓફ પોસ્ટ ઓફીસ રાજકોટ ડિવિઝનની યાદીમાં જણાવાયું છેકે પોસ્ટ વિભાગ દ્વારા ભારત સરકારની વિવિધ નાની બચત યોજનાઓની સુવિધા જનતા સુધી પહોચાડવામાંઆવે છે.પોસ્ટ ઓફીસ દ્વારા આપવામાં આવતી નાની બચત યોજનાઓને સંપૂર્ણ ડીઝીટલ સેવામાં રૂપાંતરીત કરીને ભારતીય ટપાલ વિભાગ દ્વારા કોર બેંકીગ સોલ્યુશનશરૂ કરવામાંઆવ્યું છે.
આ સુવિધા અંતર્ગત સેવીંગ બેંક ખાતાધારકોને એટીએમ સુવિધા ઈન્ટરનેટ બેંકીંગ, મોબાઈલ બેંકીંગ અને એસએમએસ સુવિધા હાલ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ત્યારે હવે ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફીસ સેવીંગ બેંક ખાતા માટેના જારી કરેલા નવા નિયમો અનુસાર પોસ્ટ ઓફીસના બચત ખાતામાં ન્યુનતમ રૂ.૫૦૦ની બેલેન્સ રાખવી ફરજીયાત બનશે. જો પોસ્ટ ઓફીસના બચત ખાતામાં ન્યુનતમ બેલેન્સ રૂા.૫૦૦ રાખવામાં નહી આવે તો જે તે બચત ખાતામાંથી નિયુકત ચાર્જ લેવામાં આવશે.
આ નિયમની અમલવારી તા.૧૧ ડિસે. ૨૦૨૦ના રોજ લાગુ પડશે ત્યારથી બચત ખાતાનાં તમામ ખાતા ધારકોના ખાતામાં રૂા.૫૦૦ની રકમ હોવી ફરજીયાત રહેશે અ ને જો રૂા.૫૦૦ નહી હોય તો વધારાનો ચાર્જ લગાડવામાં આવશે તેમ રાજકોટ પોસ્ટ ઓફીસની યાદીમાં જણાવાયું હતુ.