Abtak Media Google News
  • ઉત્તરાખંડની કુદરતી સ્વચ્છતા જાળવવા માટે પ્રવાસીઓ, ટૂર ઓપરેટરો, ટ્રાવેલ એજન્સીઓ અને વાહન ચાલકોની જવાબદારી કરાશે ફીક્સ

ઉત્તરાખંડની કુદરતી સ્વચ્છતા જાળવવા માટે પ્રવાસીઓ, ટૂર ઓપરેટરો, ટ્રાવેલ એજન્સીઓ અને વાહન ચાલકોની જવાબદારી નક્કી કરવામાં આવશે.  ઉત્તરાખંડ પરિવહન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના પરિવહન કમિશનરોને પત્ર લખ્યો છે.  જેમાં કહેવામાં આવ્યું છે કે વાહનોને ટ્રીપ કાર્ડ આપતી વખતે દરેક વાહનમાં ડસ્ટબીન તથા કચરાની થેલી હોય તેની ખાતરી કરવી જોઈએ.

ઉત્તરાખંડ રાજ્યની કુદરતી સ્વચ્છતા અને સુંદરતા જાળવવા ખાસ કરીને પ્રવાસીઓ, ટૂર ઓપરેટરો, ટ્રાવેલ એજન્સીઓ અને વાહન ચાલકોની સામૂહિક જવાબદારી સુનિશ્ચિત કરવા માટે, મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ વાહનોમાં ડસ્ટબિન તથા કચરો બેગ લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. ઉત્તરાખંડમાં આવીને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. મુખ્ય સચિવે આ અંગે નિયમિત ચેકિંગ અને ચલણ કરવા સૂચના આપી છે.  તેમણે આ સંદર્ભે વાહનવ્યવહાર વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશોનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે.  અગાઉ આ સંદર્ભમાં પરિવહન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના પરિવહન કમિશનરને પણ પત્ર લખવામાં આવ્યા હતા.

વાહનવ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, ચારધામ યાત્રા દરમિયાન સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વાહનમાં બેઠેલા મુસાફરો રસ્તા પર કચરો ફેંકી શકશે નહીં અને તમામ વાહનોમાં ડસ્ટબીન તથા કચરાપેટી લગાવવી ફરજિયાત છે. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવેશતા વાહનોને ટ્રીપ કાર્ડ જારી કરતી વખતે એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે દરેક વાહનમાં ડસ્ટબીન તથા ગાર્બેજ બેગ હોય.  આ માહિતી વ્યાપક સ્તરે સામાન્ય જનતાને આપવી જોઈએ.  આ સંદર્ભે, તેમણે ટૂર ઓપરેટરો, ટ્રાવેલ એજન્સીઓ અને વાહન ચાલકો સાથે સંચાર અને સંકલન સ્થાપિત કરવા માટે પણ સૂચનાઓ આપી છે.  મુખ્ય સચિવ શ્રીમતી રાધા રાતુરીએ જણાવ્યું હતું કે પ્રવાસન રાજ્ય હોવાના કારણે રાજ્યની કુદરતી સ્વચ્છતા જાળવવી અને પર્યાવરણનું જતન કરવું એ ઉત્તરાખંડના રહેવાસીઓ તેમજ દર વર્ષે આવતા લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સામૂહિક જવાબદારી છે.  આ કાર્ય સામૂહિક ભાગીદારીનું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.