સર્વપ્રિય ‘ગીતા’માંથી મળે છે જીવનની દરકે સમસ્યાઓનું સમાધાન
સર્વધાર્મિક ગ્રંથોમાં ‘ભગવતગીતા’ એક એવો મહાન ગ્રંથ છે જે જીવન જીવતા, તેમજ જીવનમાં આવતી વિવિધ પરિસ્થિતિઓ સમયે શું કરવું? તેમજ જીવનના અન્ય મહત્વન પ્રશ્ર્નો અંગેનું સમાધાન મળી જાય છે.
ગીતાની વાત આવે ત્યારે સ્વામી વિવેકાનંદ સાથેની પ્રસિધ્ધ ઘટના માનસપટલ પર અંકિત થઈ જાય છે કે, તેઓ જયારે શિકાગોમાં ધર્મપરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શ્રીમદ્ ભગવદ્ગીતાને અન્ય ધર્મગ્રંથોની ઉપર રાખી દેવામાં આવ્યા હતા અને ‘ગીતા’ને છેક સૌથી નીચે મૂકી દેવામા આવી હતી. આ સમયે ઉપસ્થિત દરેક વિવિધ ધર્માનુભાવો સ્વામી કંઈક વિરોધ કરે તેની રાહમાં પ્રત્યુતરની નોંધ લેવા તેમને એકીટસે જોઈ રહ્યા હતા પરંતુ સ્વામી વિવેકાનંદે ઉકળાટ અને ઉતાવળથી જવાબ આપવાના બદલે ધીરજથી જ કામ લીધું હતુ અને માત્ર એટલું જ કર્યું કે સૌથી નીચે મૂકેલી ભગવદ્ગીતાને હળવેકથી લઈ લીધી, આમ કરવાથી અન્ય ધર્મગ્રંથો પણ નીચે પડી ગયા. એટલે તેમણ આના દ્વારા એમ દર્શાવ્યું કે ભગવદ્ગીતા દરેક ધર્મનોપાયો છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અહી જો ધીરજ અને શાંતિપૂર્વક કામ ન લેવામા આવ્યું હોત તો ધર્મવિવાદ સર્જાયો હોત પરંતુ સ્વામી વિવેકાનંદની ધીરજે સચોટ અને ઉમદા જવાબ આપ્યો.
‘ભગવદ્ગીતા’ની આજ તો મહાનતા છેકે તેનું પઠન કરનારાઓમાં ધીરજ અને શાંતિનો ગુણ આચરણમાં પણ સ્પષ્ટ દેખાય છે.
સર્વપ્રિય, મહાન ભગવદ્ગીતાનું પઠન આજની હાડમારીભરી જીવનશૈલીમાં પ્રતિદિન કરવું એ શકય નથી તેથી જ અહી ભગવદગીતાના ૧ થી ૧૮ અધ્યાયો પૈકીનાં દરેક અધ્યાયનો એક વાકયમા સારાંશ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.