મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામુ ધરી દીધાની ઘટનાએ ગુજરાતના રાજકારણે ભારે ચર્ચા જગાવી દીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઈ પટેલની પસંદગીએ પણ ભારે ચર્ચા જગાવી હતી. જો કે ભુપેન્દ્ર પટેલ પણ આટલી મોટી જવાબદારી મળતા જ શોકમગ્ન થયા હતા. જો કે આ આખો ખેલ માત્ર એક વર્ષનો સમય સાચવવા પૂરતો જ હતો.
ભૂતકાળમાં પણ રાજકારણમાં આવું થયું છે. ઘણી વખત હાઇકમાન્ડ મૂંઝાઈ જાય કે કોને પદ સોંપવું , કોને ન સોંપવું અને કોઈ પણ નિર્ણય લેતા વિવાદ સર્જાઈ તેમ હોય ત્યારે હાઇકમાન્ડ કોઈ ત્રીજા નિર્વિવાદિત વ્યક્તિને ટેમ્પરરી પદ સોંપી મામલો શાંત પાડી દયે છે. ગુજરાતમાં પણ આવું જ બન્યું હોય તેવા અણસારો મળી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલ એક જમીન સાથે જોડાયેલા ભાજપના કાર્યકર્તા. તેઓએ ક્યારેય સતાને પોતાના વર્તનમાં દેખાવા દીધી નથી. તેના ધારાસભા વિસ્તારમાં તો તેઓ ખૂબ જ લોકચાહના ધરાવે છે.
ભુપેન્દ્રભાઈ પટેલને સુકાન સોંપી હાઈ કમાન્ડે એક વર્ષની મુદત લીધી હોય તેવું લાગે છે. હવે સાચા એક્શન તો નવા કાયમી મુખ્યમંત્રી મળે ત્યારે જોવા મળશે. બીજું કે નવા મુખ્યમંત્રી તરીકે સી.આર.પાટીલથી નવો સારો ચહેરો બીજો કોણ હોઈ શકે ? પાટીલે ભાજપને તમામ ચૂંટણીઓમાં સફળતા અપાવીને પોતે શુ કરી શકે છે તે દેખાડી દીધું છે. હવે હાઇકમાન્ડ આવા નેતાને પદ આપવામાં ના કેમ પાડી શકે.
ગુજરાતના રાજકારણમાં એક ઘટના તો સૌને આખે વળગી છે. અમુક રાજકારણીઓનું વ્યક્તિત્વ તેના હોદા કરતા પણ વિશેષ હોય છે. પ્રદેશ પ્રમુખનું પદ તો વર્ષોથી રહ્યું છે. અનેક પ્રમુખો બદલાયા છે. પણ એકાએક પાટીલ આવતા આ પદની ગરિમા ઓચિંતી વધી હોય તેવું લાગે છે. જો કે આની પાછળ પાટીલની આવડત છે.