અગાઉના હુકમનું ખોટું અર્થઘટન કરીને જેલમાં બંધ કેદીઓને પેરોલ પર મુકત કરવા સામે સુપ્રીમ કોર્ટનું આકરૂ વલણ
વિશ્ર્વભરને ધ્રુજાવનારા કોરોના વાયરસનાં કેસો હવે ભારતમાં પણ ૧૦ હજારને પાર કરી ગયા છે ત્યારે દેશભરની જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ કોરોના વાયરસનાં મુદા પર જામીન પર છુટકારો મેળવી રહ્યા છે આ માટે સુપ્રીમ કોર્ટે કરેલા એક હુકમને આધારે બનાવવામાં આવી રહ્યાનું સરકારના ધ્યાન પર આવ્યું હતું. જેથી આ મુદ્દે સુપ્રીમ કોર્ટે એક સુઓ-મોટોની સુનાવણીમાં ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેની બેન્ચે હુકમ કરતા જણાવ્યું હતું કે, કોરોનાને લઈને રાજય સરકારોએ કેદીઓને છોડી મુકવા જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ નાગેશ્ર્વરરાવ અને જસ્ટીસ એમ.એમ.શાંતનાગૌદરની ખંડપીઠે આ મુદ્દે થયેલી સુઓ-મોટોની સુનાવણી કરતા હુકમ કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટનાં અગાઉના હુકમનો હેતુ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જેલોમાં બંધ કેદીઓ માટે કોરોના વાયરસથી બચવા માટે યોગ્ય વ્યવસ્થા છે કે કેમ ? તે જોવાનો હતો. જે જેલોમાં આવી વ્યવસ્થા ન હોય તેમાં બંધ કેદીઓને વચગાળાના જામીન આપી શકાય. ઉપરાંત જે જેલોમાં કેદીઓની સંખ્યા વધારે પડતી હોય ત્યાં વધારે કેદીઓ પુરવાથી કોરોના વાયરસ ફેલાઈ નહીં તે જોવા પણ સુપ્રીમ કોર્ટ તેના અગાઉના હુકમમાં જણાવ્યું હતું.
ખંડપીઠે તેના હુકમમાં જણાવ્યું હતું કે, અગાઉના હુકમનો હેતુ તેમની જેલોની રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ મૂલ્યાંકન કરવાનો હતો અને કોરોના વાયરસના ઝડપથી પ્રસારને ધ્યાનમાં રાખીને કેટલાક કેદીઓને છૂટા કરવામાં આવ્યા હતા અને કેદીઓને મુક્ત કરવામાં આવવાની કેટેગરી નક્કી કરવામાં આવી હતી. આથી અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ હુકમનો અમલ પત્ર અને ભાવનાથી થવો જોઈએ. ખંડપીઠે આ કેસની સુ-મોટુ ધ્યાન લીધા પછી આ સૂચનાઓ જારી કરી હતી. ૨૩ માર્ચના તેના આદેશમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉચ્ચ-સ્તરની સમિતિઓની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે નક્કી કરી શકે કે રોગચાળા દરમિયાન કયા કેદીઓને વચગાળાના જામીન અથવા પેરોલ પર મુક્ત કરવામાં આવશે.
એક અલગ અરજીની સુનાવણી કરતાં ખંડપીઠે હુકમ કર્યો છે ઉપરાંત જો કોઈ કેદી કોરોના વાયરસથી પીડિત છે, તો તેને મુક્ત કરવામાં આવશે નહીં. કેદીઓને મુક્ત કરવામાં આવ્યો છે તે કોરોના વાયરસથી પીડિત છે કે નહીં તે જોવા માટે યોગ્ય તપાસ કરવામાં આવશે. “જો બહાર આવ્યું કે, કેદી છૂટા થયા પછી કોરોના વાયરસથી પીડિત છે, તો સંબંધિત અધિકારીઓ જરૂરી પગલાં લેવા અને કાર્યવાહી કરશે. તેઓ એક અલગ નિવાસસ્થાનમાં રહેશે. તેમાં નિર્દેશ આપવામાં આવ્યું હતું કે કેદીઓની સામાજિક અંતર જાળવવાના સંપૂર્ણ નિયમો હેઠળ રાખવામાં આવે તેમ ખંડપીઠે તેના હુકમમાં જણાવ્યું હતું.