આરોપી વિરૂધ્ધ પોલીસ પાસે પુરતા પુરાવા હોય ત્યારે કોર્ટમાંથી બીનજામીન પાત્ર વોરન્ટ મેળવ્યા વિના કાર્યવાહી થઇ શકે: હાઇકોર્ટ
ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવાનો જ છે તે પોલીસ જાણતી હોય ત્યારે પોલીસ દ્વારા કોર્ટમાંથી પકકડ વોરન્ટ કઢાવવું જરૂરી નથી અને કોર્ટ દ્વારા અપાતું પકકડ વોરન્ટ કંઇ જાદુની છડી નથી કે વોરન્ટ મળ્યુ એટલે આરોપી પકડાય જાણ તેવા અવલોકન સાથે હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.
આ ચુકાદામાં હાઇકોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટના મહત્વતતા સમજી નીચેની કોર્ટ દ્વારા વોરન્ટ ઇસ્યુ કરવા જરૂરી બન્યા છે. પક્કડ વોરન્ટ માટે પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સાથેના પુરાવા કોર્ટમાં રજુ કરવા અંગે હાઇકોર્ટ દ્વારા ભાર મુકવામાં આવ્યો છે. હાઇકોર્ટના જસ્ટીશ પારડીવાલાએ નોંધ્યું હતું કે, પોલીસ પાસે આરોપીને વોરન્ટ વગર ધરપકડ કરવાની સત્તા છે આરોપી વિ‚ધ્ધના પુરતા પુરાવા હોય તો પોલીસ આરોપીને પકક્ડી જ શકે છે.
તે અંગે પકક્ડ વોરન્ટની જરૂર રહેતી નથી. ભાગેડુ આરોપીને પકક્ડવા માટે બીનજામીન પાત્ર વોરન્ટ માગવામાં આવે છે તે જાદુની છડી પુરવાર થતી નથી માટે જયારે જ્યારે પોલીસ દ્વારા વોરન્ટ માગવામાં આવે ત્યારે બીનજામીન પાત્ર વોરન્ટ આપી જ દેવું જરૂરી નથી તેવું ચુકાદામાં જણાવવામાં આવ્યું છે. આ મામલે હાઇકોર્ટે નીચેની કોર્ટના રજીસ્ટ્રી દ્વારા હોમમીનીસ્ટ્રીને ચુકાદાની નકલ મોકલી પોલીસને જરૂરી માર્ગ દર્શન આપવા જણાવવામાં આવ્યું છે.
ગુનો આચર્યા બાદ લાંબા સમય સુધી આરોપી ભુગર્ભમાં રહે ત્યારે આરોપી સામે ભીસ વધારવા માટે પોલીસ દ્વારા સીઆરપી ૭૦ મુજબ કોર્ટમાંથી વોરન્ટ મેળવવામાં આવે છે અને નિયત સમયમાં આરોપી પોલીસના શરણે ન આવે ત્યારે પોલીસ દ્વારા તેની મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરી આરોપીને પોલીસમાં હાજર થવાની ફરજ પાડવામાં આવે છે.
આરોપી સામે ગુનો નોંધયા બાદ પોલીસ પાસે પુરતા પુરાવા હોય ત્યારે પોલીસને કોર્ટમાંથી વોરન્ટ મેળવવાની કોઇ જરૂર ન હોવા છતાં ઘણા કેસમાં પોલીસ કોર્ટમાંથી વોરન્ટ મેળવવાની કાર્યવાહી કરતા હોય છે. આવી કાર્યવાહી કરવાના બદલે પોલીસ દ્વારા સીધી જ ધરપકડ કરવાની હોય છે.