પોલીસ કોન્સ્ટેબલ અજય કુમાર દ્વારા કરાયેલા માનહાનીના કેસમાંથી સીએમ કેજરીવાલનો છુટકારો
પોલીસને ‘ઠોલો’ કહેવું એ અપમાનજનક નવી તેમ દિલ્હી કોર્ટે કેજરીવાલ ડેફેમેશન કેસની સુનાવણી દરયિમાન જણાવ્યું છે આ સાથે અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક પોલીસ જવાન દ્વારા કરાયેલા માનહાની કેસમાંથી આરોપ મુકત પણ કરી દીધા છે.
જણાવી દઇએ કે વર્ષ ૨૦૧૫માં એક ઇન્ટરવ્યુ દરમિયાન સીએમ કેજરીવાલે પોલીસ માટે ‘ઠોલો’ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આ શબ્દ પ્રયોગથી પોતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે એક પોલીસ કોન્સ્ટેબલ અજય કુમાર તનેજાએ અરજીને કોર્ટમાં પડકારી હતી.
આ કેસની સુનાવણી કરતા સોમવારે કોર્ટે કહ્યું કે, પોલીસને ‘ઠુલ્લા’કહેવું માનહાની નથી. એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સમર વિશાલે અરવિંદ કેજરીવાલને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરતા કહ્યું કે, માનહાનીની અરજી કરનાર પોલીસ કર્મી આ મામલે પિડીત વ્યકિત નથી અને ‘ઠુલ્લા’શબ્દથી તેનું કોઇ અપમાન થયું હોવાનું જણાતું નથી.
અદાલતે પોતાના ચુકાદામાં વધુ જણાવ્યું કે ઇન્ટરવ્યુમાં ‘ઠુલ્લા’ શબ્દ પ્રયોગથી કેજરીવાલે પુરીદિલ્હી પોલીસનું અપમાન કર્યુ હોય તેમ લાગતું નથી. અને કોઇ વ્યકિતગત નામ લઇને પણ ઠુલ્લા શબ્દ પ્રયોગ કર્યો નથી. તો પછી શિકાયતકર્તા પોલીસમેન અજયકુમાર તનેજા માનહાનીનો દાવો ન કરી શકે.
અરજીમાં અજય તનેજાએ પોતાની વ્યકિતગત માનહાનીનો દાવો કર્યો હતો જેને લઇ કોર્ટે કહ્યું કે, સઁપૂર્ણ ઇન્ટરવ્યુ દરમિયાન કેજરીવાલે તેમના નામનો ઉલ્લેખ પણ નથી કર્યે તો તેમની માનહાની કઇ રીતે થઇ શકે અને કાનુન મુજબ માનહાનીની ફરીયાદ માત્ર પિડીત વ્યકિત જ દાખલ કરી શકે.
જણાવી દઇએ કે, વર્ષ ૨૦૧૫માં ઇન્ટરયુ દરમિયાન સીએમ કેજરીવાલને એન્ટી કરપ્શન બ્રાંચને લઇ કંટ્રોલ પર પ્રશ્ન પુછાયો હતો જેના જવાબમાં સીએમ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હી પોલીસનો કોઇ ‘ઠોલો’ પટરીવાળાઓ પાસેથી લાંચ સ્વરૂપે પૈસા માગે તો તેમની વિરૂઘ્ધ કાર્યવાહી ન થાય તેવું મંજુર નથી.