સાનફ્રાન્સીસ્કોની પ્લેનેટ લેબે ૫૯૭ ફુટની ઉંચાઈએથી સરદારની પ્રતિમાની સ્કાયસેટ ઈમેજ લીધી

તાજેતરમાં જ ૩૧મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ ખરા અર્થમાં ભારતના વિરાટ પુરુષ હતા અને રહેશે તે વાકયને સાર્થક કરતી એક તસ્વીર શાનફ્રાન્સીસ્કોના પ્લેનેટ લેબે નામની કોમર્શીયલ સેટેલાઈટ નેટવર્કે ૫૯૭ ફૂટની ઉંચાઈએથી સ્કાય સ્કેમ તસ્વીર લીધી હતી.૧૫મી નવેમ્બરે અંતરીક્ષમાંથી લેવાયેલી આ તસ્વીર પ્લેનેટ લેબઝે પોતાના ટવીટર એકાઉન્ટ પર ટવીટ કરીને લખ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ૫૯૭ ફૂટની ઉંચાઈ ઉપરથી પણ અંતરીક્ષમાંથી સ્પષ્ટપણે દેખાય છે જે વિશ્ર્વની સુંદર અને અજાયબ સ્થળોની સ્કાયસેટ ઉમેજ લેતી સેટેલાઈટ નેટવર્ક છે.

સરદાર વલ્લભભાઈ પટેલની આ મુર્તી આશરે ૨૯૯૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. ૧૮૨ મીટર ઉંચી આ મુર્તિ ૧,૪૦,૦૦૦ કયુબેક મીટર સીમેન્ટના ઉપયોગથી બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેમાં ૨૦૦૦ ટન કોપર તેમજ ૧૮૫૦૦ ટન પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.