કેટલાક નિષ્ણાંતો સલાહ આપતા હોય છે કે દિવસભરમાં ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું જ જોઇએ, જેથી પાણીની ઉણપ ન રહે. પરંતુ જરુરી નથી કે આટલું પાણી પીવાથી શરીરને બધાં ઝેરી દ્રવ્યોથી મુક્ત જ રાખી શકાય છે. દિવસભરમાં એચટુઓ સેવનનું લગભગ ૨૦ ટકા આપણે સોલિડ ફડ ખાઇને મેળવી શકીએ છીએ ખાસ કરીને શાકભાજી તેમજ ફળો પાણીથી ભરપુર હોય છે.
– કાકડી
કાકડીમાં કોઇપણ ઘન આહારની સરખામણીએ સૌથી વધુ ૯૬.૭ ટકાનો પાણીનો ભાગ હોય છે.
– ટામેટા
ટામેટાથી શરીરને ભરપુર પાણી મળે છે. તે અન્ય રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે. ટામેટામાં ૯૪.૫ ટકા પાણીનો ભાગ હોય છે.
– શિમલા મિર્ચ
એન્ટિ ઓક્સિડન્ટ્સથી ભરપુર લીલા શિમલા મિર્ચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે તે ૯૩.૭ ટકા પાણીનો હિસ્સો ધરાવે છે.
– પાલક
એલ્યુટન, પોટેશિયમ, ફાઇબરથી ભરપુર કાચી પાલકમાં ૯૧.૪ ટકા પાણી હોય છે. માટે અક કપ કાચી પાલક ખાઇને પાણીની જરુરીયાત પુરી કરી શકાય છે.
– સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીમાં ૯૧ ટકા પાણીનો ભાગ હોય છે માટે તેનું સેવન કરવાથી પાણીની ઉણપથી રાહત થાય છે.