ઉત્તર પ્રદેશમાં ‘આત્મનિર્ભર યુપી રોજગાર યોજના’નો પ્રારંભ કરાવતા વડાપ્રધાન
રાજયમાં સવા કરોડ શ્રમિકોને રોજગારી મળશે: યોગી આદિત્યનાથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં આત્મનિર્ભર યોજનાનો પ્રારંભ કરતા જણાવ્યું હતુ કે કોરોનાથી કયારે મુકિત મળે એ નકકી નથી પર ‘દો ગજ કી દૂરી’ અવશ્ય રાખજો કોરોનાથી આપણે સૌએ બચવાનું છે. ઉત્તર પ્રદેશમાં આત્મનિર્ભર યુપી રોજગાર અભિયાનથી સવા કરોડ શ્રમિકોને રોજગારી મળશે.
કોરોના સંકટ અને લોકડાઉનના કારણે કરોડો શ્રમિકો પોતાના ઘરે પહોચ્યા છે. હવે ઉત્તર પ્રદેશ સરકારે વતન પહોચેલા શ્રમિકોને રોજગાર આપવાનું ખાસ અભિયાન હાથ ધર્યું છે. આત્મનિર્ભર સુધી રોજગાર અભિયાનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે પ્રારંભ કરાવ્યો હતો.
આ અભિયાનનો પ્રારંભ કરાવી વડાપ્રધાને કેટલાક શ્રમિકો સાથે વાતચીત પણ કરી હતી.
આ દરમિયાન વનિતા નામની એક મહિલાએ જણાવ્યું હતુ કે અમે કેટલીય મહિલાઓ સાથે મળીને એક જૂથ બનાવ્યુ છે. અમને વહીવટી તંત્ર તરફથી મંજૂરી મળ્યા બાદ અમે કામ શરૂ કર્યું હતુ. મંજૂરી બાદ અમે નર્સરી શરૂ કરી છે. અને એક વર્ષમાં અમે ૬ લાખ રૂપીયાની કમાણી કરી છે.
બાદમાં વડાપ્રધાને બહરાઈઅના ખેતી કરતા ખેડુત સાથે વાતચીત કરી હતી. આ ખેડુતે જણાવ્યું હતુકે આવાસ યોજના થકી અમને પાકુ મકાન મળ્યું છે. અગાઉ અમારી પાસે માત્ર મહેનત હતી હવે મકાન છે. એટલે પરિવાર પણ ખૂશ છે.
વડાપ્રધાને ગોરખપૂરનાં એક શ્રમિક સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાને અમદાવાદમાં કામ કરતા શ્રમિકને જણાવ્યું કે અમદાવાદ માઘણછે. અહી કેમ આવી ગયા? ત્યારે શ્રમિકે જણાવ્યું કે કંપની બંધ થઈ જતા અહી આવી ગયો છું અને અહી ગોરખપૂરમાં જ ડેરી ખોલવા માટે લોન લીધી છે.
વડાપ્રધાને કુરબાનઅલી નામના એક શ્રમિક સાથે વાતચીત કરતા પૂછયું કે આ વખતે મુંબઈથી અહી આવી ઘરે જ રમજાન માસ ઉજવ્યો હશે ને? જોકે શ્રમિકે જણાવ્યું કે તે કેટલાક દિવસો જ અહી રહી શકયો હતો.કુરબાન અલીએ જણાવ્યું કે તેને હાલમાં ગામમાં જ કામ મળી ગયું છે.
આ તકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતુ કેકોરોના સંકટ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મંત્ર આપ્યો હતો અને હવે કારીગર અને શ્રમિકોની યોજનાઓને આગળ વધારવા માર્ગદર્શન આપી રહ્યા છે. રોજગાર વધારવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
આ તકે યોગીએ જણાવ્યું કે યુપીમા જેટલા શ્રમિકો પરત ફર્યા છે તેમાં ૧૮ વર્ષથી નીચેના બાળકોને બાદ કરતા લગભગ ૩૦ લાખ શ્રમિકોનું સ્કીલ મેપીંગ કરાયું છે. જેથી આ શ્રમિકોને કામ આપવામાં સરળતા રહેશે.
ઉત્તર પ્રદેશ સરકારનો દાવો છે કે આ યોજના અંતર્ગત રાજયમાં પરત ફરેલા સવા કરોડ શ્રમિકોને અલગ અલગ ક્ષેત્રમાં રોજગાર આપવામાં આવશે. આ માટે આ અલગ અલગ યોજનાઓને એક જ જગ્યાએ સમાવેશ કરાયો છે.જેથી શ્રમિકોને રોજગાર આપી શકાય.
તમને એ જણાવીએ કે યુપી સરકારે લોકડાઉન દરમિયાન કેટલીય મોટી કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે.જેનો ઉદેશ પ્રવાસી શ્રમિકોને તેમના જ જિલ્લામાં રોજગારી આપવાનો છે. દેશના અલગ અલગ રાજયોમાંથી ઉત્તર પ્રદેશમાં લગભગ ૨૦ લાખથી વધુ શ્રમિકો પરત ફર્યા છે. હવે સરકાર લઈને વધુ શ્રમિકોને રાજયમાં રોજગારી આપવા પ્રયત્ન કરી રહી છે.
પાયાથી શરૂ કરે એ જ આગળ વધી શકે
વડાપ્રધાને સંત કબીરનગરનાં એક શ્રમિક સાથે વાત કરતા જણાવ્યું હતુ કે જે લોકો નીચેથી શરૂઆત કરે છે. એટલે કે પાયાથી કામ કરે છે. તેજ આગળ વધી શકે છે. જેને વારસો મળે છે એ વળી જાય છે. આગળ વધી શકતા નથી.
તમે આખી જીંદગી વડાપ્રધાન રહો: ખેડૂતે વ્યકત કરી લાગણી
વડાપ્રધાને ખેડુત સાથે વાતચીત કરતા જણાવ્યું કે તમને હવે મકાન મળી ગયું છે. તમે મને શું આપશો? ત્યારે જવાબમાં ખેડુતે કહ્યું કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે આખી જીંદગી વડાપ્રધાન બની રહો. વડાપ્રધાને આ ખેડુતને દર વર્ષે પત્ર લખવા અને બાળકોના અભ્યાસ અંગે જાણકારી આપવા જણાવ્યું હતું.