માત્ર નસીબ પર બેસી રહેનાર પ્રગતિ કરી શકતા નથી

આચાર્ય ચાણક્યના આ શબ્દો યાદ રાખશો, તો જીવનની દરેક મુશ્કેલી થઈ જશે સરળ.આચાર્ય ચાણક્ય અદભૂત પ્રતિભાથી સમૃદ્ધ હતા અને અસાધારણ બુદ્ધિમત્તાના સ્વામી હતા. આચાર્ય ચાણક્યએ પોતાની મુત્સદ્દીગીરી અને બુદ્ધિ કુશળતાને કારણે સમગ્ર નંદ વંશનો નાશ કરીને ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યો હતો. મૌર્ય સામ્રાજ્યની સ્થાપનામાં તેમનું પરમ યોગદાન માનવામાં આવે છે. આચાર્યએ અનેક કૃતિઓની રચના કરી. તે રચનાઓમાં અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર હજી પણ ખૂબ પ્રખ્યાત છે.

આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્રને લોકો ‘ચાણક્ય નીતિ’ના નામથી જાણે છે. આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી વાતો આજના સમયમાં પણ પ્રાસંગિક છે અને ઘણી હદ સુધી સચોટ સાબિત થાય છે. આચાર્યની આ વાતો માંથી શીખીને વ્યક્તિ દરેક મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકે છે. ચાલો જાણીએ આચાર્ય ચાણક્યએ કહેલી તે વાતો કઈ છે.

મૂર્ખ સાથે ક્યારેય દલીલ ન કરો કારણ કે આમ કરીને આપણે આપણો જ સમય બગાડીએ છીએ.

ભગવાન તમારો અનુભવ છે અને આત્મા એ એક મંદિર છે, તેથી ધ્યાનમાં રાખો કે ભગવાન તમારા મનમાં વસે છે, સાથે સાથે મૂર્તિઓમાં પણ વસે.

ઋણ, શત્રુ અને રોગ ક્યારેય નાના નથી હોતા, તેથી તેમનું નિવારણ જલદીથી થવું જોઈએ.

જો તમે મુશ્કેલ સમયમાં પણ તમારા ધ્યેયને વળગી રહેશો, તો જ ભાગ્ય તમારો સાથ આપશે.

જો તમે કોઈ વ્યક્તિની સામે પોતાની વાત રાખો છો અને તે તમારી સાથે વાત કરતી વખતે અહીં-ત્યાં જોઈ રહ્યો હોય, તો તે વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી.

માણસે હંમેશા બીજાની ભૂલોમાંથી પણ બોધપાઠ લેવો જોઈએ, જો પોતાના પર પ્રયોગ કરીને શીખવાનો પ્રયત્ન કરશો તો આ કામ માટે ઉંમર ટૂંકી પડશે.

હંમેશા નસીબ પર આધાર રાખવો યોગ્ય નથી. આવા લોકોને બરબાદ થતા સમય નથી લાગતો.કોઈ પણ વ્યક્તિ તેના પદને કારણે ઊંચો નથી હોતો, પરંતુ તે તેના ગુણોને કારણે ઊંચો હોય છે.જ્યાં તમારું સન્માન ન હોય, જ્યાં માણસ પોતાની આજીવિકા ન ચલાવી શકે, જ્યાં તમારો કોઈ મિત્ર ન હોય અને જ્યાં જ્ઞાનની વાતો ન હોય, ત્યાં તમારે ક્યારેય ન રહેવું જોઈએ.જેમ એક સુગંધી વૃક્ષ આખા જંગલને સુવાસ આપે છે, તેવી જ રીતે એક ગુણવાન પુત્ર આખા કુટુંબને ગૌરવ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.