અમારી સરકારનો સંસદકાળ સુવર્ણ રહ્યો
નવી દિલ્હીમાં સાંસદો માટેના ફલેટનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: વર્ષોથી અટવાયેલી અનેક યોજના અમે પૂરી કરી: મોદી
અહીંના ડો. બી.ડી. માર્ગ પર સાંસદો માટેના બહુમાળી આવાસોનું ઉદધાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દશકાઓથી ચાલી આવતી સમસ્યાને ટાળવાથી નહીં પણ તેનું સમાધાન શોધવાથી જ સમાપ્ત થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સીંગના માઘ્યમથી સાંસદો માટે બહુમાળી આવાસો (ફલેટ)નું ઉદધાટન કર્યુ હતું. આ તકે લોકસભાના અઘ્યક્ષ ઓમ બિરલા પણ ઉ૫સ્થિત રહ્યા હતા.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણી પછી અમે ૧૬મી લોકસભાનો કાર્યકાળ પુરો કર્યો છે. જે રીતે બાળકની ઉમર ૧૬ થી ૧૮ વર્ષની મહત્વની છે અને એ સમયે બાળક ૧૦ કે ૧રમા ધોરણમાં હોય છે એ જ રીતે અમારા શાસનકાળનો ૧૬મી લોકસભાનો કાર્યક્રલ પૂરો કર્યો છે. આ સમય દેશની પ્રગતિ માટે દેશના વિકાસ માટે બહુ ઐતિહાસિક મહત્વનો રહ્યો છે. ૨૦૧૯ પછી ૧૭મી લોકસભાનો કાર્યકાળ શરૂ થયો છે. આ કાર્યકાળ દરમિયાન જે નિર્ણયો લેવાયા એ લોકસભાના ઇતિહાસમાં નોંધાયા છે. મને વિશ્ર્વાસ છે કે આગળની લોકસભા દેશની નવા દાયકામાં આગળ લઇ જવા મહત્વની ભૂમિકા ભજવશે.
વડાપ્રધાનને જણાવ્યું કે સંસદની ઉત્પાદકતામાં તમે બધા સાંસદોએ ઉત્૫ાદન અને પ્રક્રિયા બંનેમાં ખુબ ઘ્યાન આપ્યું છે. આપણી લોકસભા અને રાજયસભા બન્નેના સાંસદોએ આ દિશામાં એક નવી ઉચાઇ મેળવી છે. આપણા દેશમાં હજારો પોલીસ કર્મીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે.
તેમની યાદમાં પોલીસ મોનોરીયલ અમારી સરકારના સમયમાં જ નિર્માણ થયું છે. તેમ વડાપ્રધાનન.ે જણાવ્યું હતું. દેશમાં દાયકાઓથી પોલીસ મેમોરીયલના વાતો થતી હતી પણ આ મેમોરીયલ અમારા સમયમાં જ સાકાર થયું છે. દેશમાં ઇન્ડિયા ગેટ નજીક જ આ વોર મેમોરીયલનું નિર્માણ થયું છે. વડાપ્રધાને જણાવ્યું કે કેટલાય ઇમારતોનું નિર્માણ અમારી સરકારના સમયમાં થયું છે અને એ પણ સમય પહેલા જ કામ પુરા થયા છે.
અટલજીના સમયથી જે ડો. આંબેડકર મેમોરીયલની ચર્ચા શરુ થઇ હતી તેનું નિર્માણ પણ અમારી સરકારમાં જ થયું છે. ડો. આંબેકડર ઇન્ટરનેશનલ સેન્ટરનું નિર્માણ ર૩ વર્ષની લાંબી રાહ જોયા બાદ અમારી સરકાર દ્વારા થયું છે. માત્ર સાંસદોના નિવાસ જ નહી એવી અનેક યોજનાઓ છે જે કેટલાય અધુરા હતા એને અમે પૂર્ણ કર્યા છે.