ભારત-ચીન વચ્ચેના મતભેદમાં ‘જમાદાર’ ખાટી ન જાય તે માટે દ્વિપક્ષીય સમજૂતીનો માહોલ

લદ્દાખમાં સરહદી મતભેદના કારણે ભારત અને ચીન છમકલુ થશે તેવો માહોલ સર્જાયો હતો. જગત જમાદાર અમેરિકાએ આ માહોલનો લાભ લેવા માટે મધ્યસ્થિ બનવાનો પેંતરો પણ અપનાવ્યો હતો. જો અમેરિકા વચ્ચે પડે તો ભારત અને ચીન બન્નેના હિત ઉપર ખતરો ઉભો થશે. બન્ને વચ્ચેની લડાઈમાં જગત જમાદાર ખાટી જશે તેવી દહેશત છે. જેથી અસ્તિત્વ ટકાવી રાખવા બન્ને દેશોએ સાથે બેસવું જરૂરી હોવાનું બ્રહ્મજ્ઞાન ભારત અને ચીન બન્નેને થઈ ગયું છે.

ભારત-ચીન સરહદના વિવાદ અને સમસ્યાઓને શાંતિપૂર્ણ મંત્રણા અને વાટાઘાટોથી ઉકેલવા માટે દ્વિપક્ષીય સમજુતિનો માહોલ ઉભો થયો હોય તેમ લડાખની પરિસ્થિતિએ પૂર્વ એશિયાના સંયુકત સચિવ નવિન શ્રીવાસ્તવ ચીનના વિદેશ બાબતોના મંત્રાલયમાં મહાનિર્દેશક હ્યુ જિંયાંગ હોે સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બન્ને પક્ષો સરહદીય વિસંગતતાઓને શાંતિપૂર્ણ વાટાઘાટોથી ઉકેલવા સહમત થયા હતા.

વિડિયો કોનફરન્સના માધ્યમથી યોજાયેલા આ વાટાઘાટમાં બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ભારત સાથે ચર્ચા થઇ હોવાનો વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ હતું. બંને દેશો વચ્ચે લડાખ મુદ્દે મહિનાઓથી ચાલી રહેલી સંઘર્ષ અને કડવા અનુભવોની સ્થિતિ વચ્ચે જનરલ સ્તરની વાતચીતમાં આ પ્રશ્ર્નના ઉકેલની કવાયત હાથ ધરવામાં આવી હતી.

શનિવારે સેનાસ્તરની વાતચીત અંગે ભારતીય પ્રતિનિધિઓ ચીન ભારત સરહદીય વિસ્તારના ગલવાનસીણ પગોગત્સો અને પૂર્વ લડાખમાં ગોગરામાં વિકાસલક્ષી કામો સામે ચીનના સૈનિકોના ઉધામા અને ભારત દ્વારા કરવામા આવતા કાયદેસરના વિકાસ કામોમાં ચંચુપાત ન કરવા ચીનને કહી દેવામાં આવ્યુ હતું.

નેતાઓ દ્વારા બજો દેશો વચ્ચે શાંતીપૂર્ણ સ્થિર અને સંતુલિત સંબંધો જળવાય રહે તેવા માહોલમાં વિવાદનો ઉકેલ લાવવા સહમતિ થઇ હતી. ચીન પણ વર્તમાન વૈશ્ર્વિક પરિસ્થિતિ અનુલક્ષીને પરિસ્થિતિમાં સંતુલન જાળવવાનુ વલણ ધરાવે છે. તેમ વિદેશ મંત્રાલયે બન્ને પક્ષના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બાદ યાદીમાં જણાવ્યુ હતું.

લડાખ કટોકટી મુદ્દે બંને પક્ષો આ સમસ્યાનો ઉકેલ શાંતીપૂર્ણ વાટાઘાટના માધ્યમથી ઉકેલવા અને બંને પક્ષોના લાગણી અને સન્માન જાળવી કોઇપણ પ્રકારનો વિવાદ આ મુદ્દે ન ઉમેરાય તે માટે તાકિદ રાખવા હિમાયત કરી હતી.

વિદેશ મંત્રાલયે વધુમાં નિર્દેશ આપ્યો હતો કે બન્ને પક્ષે કોવિડ-૧૯ વાયરસથી ઊભી થયેલી આરોગ્ય કટોકટીમાંથી સેનાસ્તરની ચર્ચા માટે લફેટનન જનરલ હરવિંદરસિંગની અધ્યક્ષતાવાળુ પ્રતિનિધિ મંડળ વાતચિતના દોરને આગળ વધારશે લેહ સ્થિત ૧૪ જવાનોના કેમ્પ અને ચીન તરફથી તિબેટ મિલ્ટ્રી ડિસ્ટ્રીકટના સેના અધ્યક્ષની આગેવાનીમાં મહત્વની મુલાકાત થશે તેમ નવી દિલ્હીના સુત્રોએ જણાવ્યુ હતું.

છેલ્લા કેટલાંક સમયથી ભારત ચીન વચ્ચે ઉભી થયેલી કટોકટીના ઉકેલ લાવવા વાટાઘાટોનુ માધ્યમ ઉત્તમ હોવાનું સ્વીકારીને ચીન સરહદના વિવાદોનો ઉકેલ શાંતિ મંત્રાણાના ઉકેલથી કરવા કેન્દ્ર સરકાર કાસ્મીટની સ્વાયતાની કલમ ૩૭૦ દૂર કરી લેહ અને લડાખને કેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર કર્યાના પગલે ચીનના અકસાઇયીના પ્રદેશ પરથી બદનજર પર પૂર્ણ વીરામ લાગી ગયુ હતુ. ચીન લડાખનો પ્રદેશ હડપવાની ફીરાફમા છે. ત્યારે ભારતની સચેતતાએ પરિસ્થિતિ બદલાવી નાખી છે. એ આ મુદ્દો દ્વિપક્ષીય શાંતી મંત્રણાઓના માધ્યમથી ઉકેલવા ચીન સહેમત થયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.