કરાટે કલાસમાં કિશોરીની મુલાકાતે પહોંચી દુર્ગા શક્તિની ટીમ
અબતક, રાજકોટ
શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબ શહેરની યુવતિઓને મદદરૂપ થવા આપેલી સૂચના અનુવ્યે બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ અને દુર્ગા શક્તિની ટીમએ કરાટે ક્લાસની કિશોરીઓ સાથે મુલાકાત લીધી હતી.
બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઓસુરાના માર્ગદર્શન હેઠળ દુર્ગા શક્તિ ટીમ દ્વારા રણછોડનગરમાં આવેલા કરાટે ક્લાસમાં પ્રેક્ટિસ કરતી કિશોરીઓની મુલાકાતે પહોંચી હતી. દુર્ગા શક્તિની ટીમ દ્વારા આ કિશોરીઓની પોલીસની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કિશોરીઓની માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આક્રમણ માટે નહીં પરંતુ સ્વરક્ષણ માટે તૈયારીઓ હોવી જરૂરી હોય તે અંગે સૂચનો આપ્યા હતા.
નારી શક્તિને ઉજાગર કરવાના ઇરાદે નીકળેલી દુર્ગા શક્તિની ટીમે કરાટે શીખતી કિશોરીઓની પોતાના રક્ષણ માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.આર. સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાદેવી ડોડીયા અને દુર્ગા શક્તિ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.