ગુજરાતી લોકો ફરસાણના ખુબ શોખીન હોય છે. ફરસાણ બનાવવા ઘણા વેપારી પામતેલ ઉપયોગ કરતા હોય છે. પામતેલથી ફરસાણ તાજુ અને સ્વાદિષ્ટ રહે છે. પામતેલએ વિશ્ર્વ સૌથી સસ્તુ તેલ છે. તેથી ગરીબ લોકો પણ ઉપયોગ કરે છે.
સરકાર જો પામતેલ પર પ્રતિબંધ કરે તો બીજા તેના વૈકલ્પિક તેલ સીંગતેલ અને કપાસીયા તેલ છે.
પણ સિંગતેલ અને કપાસીયા તેલથી ફરસાણ લાંબા સમય સુધી તાજુ રહેતું નથી અને ખોરુ થઇ જાય છે. તેથી ફરસાણ બનાવવા ઉત્તમ પામતેલ જ છે. પામતેલ શરીર માટે નુકશાનકારક નથી. જો પામતેલ સિવાય બીજા તેલનો ફરસાણ બનાવામાં ઉપયોગ કરવામાં આવે તો ફરસાણ મોંધુ બને છે. ગરીબો અને મઘ્યમવર્ગીનો પહેલો ખોરાક ફરસાણ છે. જે ફરસાણ મોંધુ થાય તો ગરીબો અને મઘ્યમ વર્ગને મુશ્કેલી પડે.
પામના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. પામતેલના વૃક્ષો આસાનાથી ઉગાડી શકાય છે.
પામતેલ કરતા બીજા વૈકલ્પિક તેલનો ઉપયોગથી ફરસાણ મોંધું પડે: ચંદુભાઇ વિરાણી
અબતક સાથે વાતચીત કરતા બાલાજી વેફર્સના માલીક ચંદુભાઇ વિરાણીએ જણાવ્યું હતું કે, ફરસાણ માટે સારુ તે નંબર 1 પામ ઓઇલ જ છે. પામ તેલ બીજા રિફાન્ડ તેલથી ખરાબ નથી રેગ્યુલરમાં રીફાન્ડ તેલ નહિ પણ ફિલ્ટર થયેલું તેલ ખાવું જોઇએ. જો ફરસાણમાં પામ ઓઇલનો ઉપયોગ ન થાય અને બીજા તેલનો ઉપયોગ થાય તો ફરસાણના ભાવમાં વધારો થાય. પામ તેલનો ઉપયોગ ફરસાણ બનાવા માટે થાય છે. પામ તેલ ગરીબ માણસો માટે છે.
વિશ્ર્વનું સૌથી સસ્તુ તેલ પામતેલ છે: દિનેશભાઇ ચોટાઇ
અબતક સાથે વાતચીત કરતા શ્રીરામ સ્વીટ માર્ટ (પાટનગર સ્પે ચવાણું) દિનેશભાઇ ચોટાઇ એ જણાવ્યું હતું કે ફરસાણ પામ તેલમાંથી બનાવામાં આવે છે. વિશ્ર્વમાં સસ્તુ તેલ પામતેલ છે. પામતેલ થી ફરસાણ ઘણા ટાઇમ સુધી ટરી રહે છે. પામતેલથી શરીરમાં નુકશાન થતું નથી. પામતેલ કરતા બીજા તેલ વાપરવામાં આવે તો ફરસાણ ખોરુ થઇ જાય છે. મઘ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પામતેલનો ઉપયોગ કરે છે. પામતેલ એ ખરાબ તેલ નથી જો પામતેલની આયાત બંધ કરવામાં આવે તો વૈકલ્પીક તેલ સિંગતેલ અને કપાસીયા તેલ છે. પણ સિંગતેલ અને કપાસિયા તેલથી ફરસાણ મોંધું થાય છે.