નબળા વકીલોને કારણે કેસ હારતા સરકાર ઉપર ભારણ વધ્યું
નવીદિલ્હી
સ્વતંત્ર બોડીમાં વકીલોની પસંદગી ગુણવત્તાયુકત રાખવી જ‚રી હોવાનું કાયદા મંત્રાલય દ્વારા સુચન કરવામાં આવ્યું છે. દેશની મહત્વની સંસ્થાઓ જેવી કે, ટેલીકોમ રેગ્યુલેટરી અથોરીટી ઓફ ઈન્ડિયા, યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી અને ગર્વમેન્ટ મેડીકલ તેમજ ડિફેન્સ ઈન્સ્ટીટયુટમાં નિમાતા વકીલોની પસંદગી ગુણવત્તાયુકત થાય તેના ઉપર ભાર મુકાવો જોઈએ તેવું સુચન કરવામાં આવ્યું છે.
નબળા વકીલોના કારણે સરકારની સંસ્થાઓ વિવિધ કેસ હારી જતી હોવાથી તેનું ભારણ મંત્રાલયો ઉપર આવે છે અને નાણાનો વેડફાટ થાય છે.
આ પરિસ્થિતિમાં સુધારા માટે સ્વતંત્ર બોડી દ્વારા હાયર કરવામાં આવતા વકીલોની ચોઈસ ઉંચી રાખવી જ‚રી હોવાનું સુચન કરવામાં આવ્યું છે.
અત્યારે કોર્ટમાં મોટી સંખ્યામાં કેસ ચાલી રહ્યાં છે જેમાં સરકારનો પક્ષ નબળો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં જો કાયદાકીય માળખુ મજબુત બનાવવામાં નહીં આવે તો તેની નુકશાની મંત્રાલયનો જ ભોગવવી પડશે. આ પરિસ્થિતિમાં સુધારો કરવા માટે ગુણવત્તાયુકત અને કાયદાના જાણકાર વકીલોને રોકવાની દિશામાં કામગીરી કરવામાં આવે તેવું સુચન કરવામાં આવ્યું છે.