Abtak Media Google News

ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે, ત્યારે દેશના અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી વિસ્તારવા નો રોડ મેપ તૈયાર છે.

રાષ્ટ્રના વિકાસ દર ની ઝડપ અને રાજકોષીયખાધની સાથે સાથે ફુગાવાના સંતુલન માટે ગણતરી પૂર્વકનું આયોજન અસરકારક રીતે પરિણામદાઈ બની રહ્યું છે .

દેશના આર્થિક વિકાસ માટે ગુજરાતની આવક” હાથીના પગ” જેવી માનવામાં આવે છે .

ગુજરાતની ખેતી ,ઉદ્યોગ અને કરની આવક અર્થતંત્રની કરોડરજ્જુ છે ,કૃષિની સાથે સાથે ઔદ્યોગિક વિકાસ અને માનવ શ્રમ શક્તિ થકી ગુજરાત ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે,

ગુજરાતની સમૃદ્ધિ પાછળ પાછળ અમૃત ખેતી સમૃદ્ધ ઉદ્યોગ શિક્ષણ અંતર માળખાકીય સુવિધાઓ પૂરતું માનવબળ અને કામઢી નિર્વેશન અને ધર્મ પ્રિય પ્રજા ગુજરાતને સમૃદ્ધિ તરફ લઈ જાય છે ગુજરાતની દારૂબંધી પણ સમૃદ્ધિ માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે .

ગુજરાતમાંથી ક્રમશઃ દારૂબંધી હટાવવા ની હિલચાલનો શિક્ષિત લોકો વિરોધ કરી રહ્યા છે તેનું કારણ એ પણ છે કે અહીં દારૂબંધીના કારણે યુવાનોમાં દારૂના વ્યસનનું પ્રમાણ ઓછું છે જેનાથી ઉદ્યોગિક ,કૃષિ અને વૈચારિક ઉત્પાદકતા નું પ્રમાણ ઊંચું છે..

ગુજરાતમાં દારૂબંધી છે ..તે સારી વાત છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી દારૂની સમાનતા યુવાનોમાં નશાકારક દ્રવ્યોના સેવનનું પ્રમાણ વધતું જાય છે .તાજેતરમાં સૌરાષ્ટ્રમાં હજારો કરોડ રૂપિયાનું મદકારી પદાર્થનો જથ્થો ઝડપાયાના અહેવાલો મળી રહ્યા છે.  ત્યારે ગુજરાતમાં કોઈપણ સંજોગોમાં ડ્રગ માફીઆવો ને નાથી લેવા જોઈએ.. ગુજરાતમાં કોઈપણ સંજોગોમાં નશા ના કારોબાર ને બીજા રાજ્યોની જેમ ફાલવા ફુલવા દેવો ન જોઈએ ..કારણકે ગુજરાતની સમૃદ્ધિ ગુજરાતનું યુવા ધન

. ગુજરાતની સુખ સમૃદ્ધિ પર દેશની ઉન્નતી નિર્ભર છે દેશને આર્થિક મહાસત્તાક બનાવવા માટે ના રોડ મેપ પર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જેમ ડ્રગ માફીઆ ને પણ કાબુમાં રાખવાની આવશ્યકતા પર ધ્યાન આપવાનો સમય છે .

ડ્રગ માફીઆવો ગુજરાતના સાગરકાંઠા અને યુવાનો ના દુરુપયોગ કરવાની જૂની મોડલ્સ ઓપરન્ટિટી ધરાવે છે. ત્યારે હવે આધુનિક ટેકનોલોજી અને સશક્ત શાસન વ્યવસ્થા ને લઈને ગુજરાતના ડ્રગ માફીઆવો ને નેસ્ત નાબૂદ કરી “ન રહેગા બાસ ન બજેગી બાંસુરી,,” ની જેમ ડ્રગ માફીયાઓને ખતમ કરી દેવાનો  સમય પાકી ગયો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.