મુખ્યમંત્રી રૂપાણીએ લાખણી તાલુકાના કુડાના ગ્રામજનોની પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અતિવૃષ્ટિ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં રાહત કાર્યો અંગેના માર્ગદર્શન માટેના તેમના પાંચ દિવસીય રોકાણના ત્રીજા દિવસે આજે લાખણી તાલુકાના કુડા ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગ્રામજનોની પરિસ્િિતનો અંદાજો મેળવ્યો હતો. વિજયભાઈ રૂપાણી અસરગ્રસ્ત ગ્રામજનો વચ્ચે આજે સવારે પહોંચ્યા હતા અને તેમની પાસેી બચાવ રાહતકામો અને સહાયની વિગત મેળવી હતી.
તેમણે ગ્રામજનો સો સંવેદનશીલ સંવાદ કરતા કહ્યું કે લોકોના સુખે સુખી અને લોકોના દુ:ખે દુ:ખી એ મારો સ્વભાવ રહ્યો છે.
તરીકે આવી કુદરતી ત્રાસદીની વેળાએ આપત્તિગ્રસ્તો વચ્ચે રહેવું, તેમને સધિયારો આપવો અને ત્વરાએ રાહત સહાય પહોંચાડવી એ મારી પવિત્ર ફરજ સમજુ છું. તેી જ સમગ્ર વહીવટીતંત્રનું સ્ળ પર જ માર્ગદર્શન કરવા બનાસકાંઠામાં પાંચ દિવસ રોકાણ કર્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ વેળાએ એમ પણ જણાવ્યું કે જે શ્રમિકો અન્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધરાવે છે પરંતુ રોજીરોટી અને કામ માટે અહીં આવીને વસ્યા છે અને આ કુદરતી આફતનો ભોગ બન્યા છે તેમને પણ રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદ સહાય અપાશે.