ગૌરીવ્રતના જાગરણની માર્ગદર્શીકા મુજબ ઉજવણી કરવા પોલીસ કમિશનરનો અનુરોધ

રાત્રી કફ્યુ અને જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે : ઘરમાં રહીને જ જાગરણની ઉજવણી કરવા સૂચન

કોરોનાના કેસો રાજ્યમાં ઘટતા સરકાર દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે અને ઘણા ધંધાર્થીઓ સાથે આગામી દિવસોમાં નવ થી અગિયાર ધોરણના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે હાલ ગૌરી વ્રત (મોરાકત)ના વ્રત ચાલી રહ્યાં છે અને વ્રત પૂરા થતા બાળકીઓ અને દિકરીઓ દ્વારા જાગરણ તેના પરિવાર સાથે કરવામાં આવતું હોય છે અને દીકરીઓ તેમના પરિવાર સાથે બહાર ફરવા માટે જતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાને લઇ  શહેર પોલીસ કમિશ્નર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે રાત્રિ કર્ફ્યુનો ભંગ કરવામાં ન આવે અને જાહેરનામાંનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવું સૂચન આપવામાં આવ્યું છે.

હાલમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલી હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલા છે. જેમાં સરકારીની માર્ગદર્શિકા મુજબ જરૂરી સાવચેતી રાખી જાહેર જીવનમાં છૂટછાટ આપવામાં આવેલી છે. જે દરમ્યાન આવતા ત્યોહારો તથા વ્રતો દરમ્યાન પણ કોરોના વાયરસની મહામારી વધુ ફેલાઇ નહીં તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. જેથી તા.24/07ના રોજ ગૌરીવ્રત (મોરાકત)વ્રતનું જાગરણ હોય જે દરમ્યાન દિકરીઓ પોતાના વડીલા સાથે રાત્રીના બહાર જાગરણ કરવા નીકળતા હોય છે.

જેથી કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી અટકે તેવા હેતુથી ગૌરીવ્રત (મોરાકત)ના જાગરણ દરમ્યાન પોતાન ઘરે રહી જાગરણ કરવું અને જે દરમ્યાન પણ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવું તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્રર દ્વારા કોરોના વાયરસ મહામારી ફેલાતી અટકાવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તેમજ હાલમાં રાત્રીના કલાક 10.00 થી સવારના 6.00 સુધી કર્ફ્યુ જાહેર થયેલું છે. જેથી જાગરણ દરમ્યાન પણ રાજકોટ શહેરની ધર્મપ્રેમી જાહેર જનતાને જણાવવાનું કે ગૌરીવ્રત (મોરાકત)ના જાગરણ દરમ્યાન પોતાના રહેણાંક મકાનમાં જ જાગરણ કરવું. કોઇએ બહાર જાહેર માર્ગોમાં કર્ફ્યુ સમય દરમ્યાન નીકળવું નહીં તેમજ સોશિયલ ડિસ્ટન્સ તથા સરકારની માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરી રાજકોટ શહેર પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.