જેમાં સ્કૂલ બસમાં શાળાનો ફોન નંબર જ નહીં, પરંતુ વાહન માલિકનું નામ અને ફોન નંબર ફરજિયાત લખવાનું કરાયું છે એટલું જ નહીં બસમાં હવે પછી જીપીએસ, સીસીટીવી અને બે અગ્નિશામક ફરજિયાતપણે રાખવા પડશે.
શાળાએથી બાળકોને લાવવા-લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી સ્કૂલ બસ અને સ્કૂલવર્ધી વાનમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીઇઓ કચેરી પણ હરકતમાં આવી છે, જેના કારણે તાજેતરમાં અગાઉના કરાયેલા પરિપત્રમાં સુધારો કરીને શાળાઓને આદેશ કરાયો છે અને તે મુજબ આ નિયમોનું પાલન કરવા દરેક શાળાને સૂચના આપવામાં આવી છે.