રાજકોટ જિલ્લાના પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફરજિયાત ય-સુભ કરાવવાનું છે. ય-સુભ કરાવવા માટે પીએમ કિસાન પોર્ટલ પર આધાર ય-સુભ કરવા માટે વિિંાં://ાળસશતફક્ષ.લજ્ઞદ.શક્ષ પોર્ટલ પર ફાર્મસ કોર્નરમાં આપેલા ઓપ્શન ય-સુભ પર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર દાખલ કરી ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લીક કરી, ત્યારબાદ મોબાઈલ ઓટીપી દાખલ કરી કરી ગેટ આધાર ઓટીપી
પર ક્લીક કરવું. જેથી આધાર કાર્ડ સાથે લીંક થયેલા મોબાઈલ નંબરમાં આધાર ઓ.ટી.પી. આવશે. ત્યારબાદ આધાર ઓટીપી દાખલ કરી સબ્મિટ ફોર ઓથ બટન પર ક્લીક કરતાં ઇ કેવાયસી ઇઝ સક્સેસફૂલી સબમિટેડ ડીસ્પલે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થયેલ ગણાશે. બાયો મેટ્રીક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટર પર જઈ લાભાર્થી આધાર ઇ કેવાયસી કરી શકશે.જેનો ચાર્જ લાભાર્થીએ રૂ. 15 ચૂકવવાનો રહેશે.
આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓનું ય-સુભ તા. 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરાવી લેવાનું રહેશે. નિશ્ચિત સમય મર્યાદામાં જે ખેડૂતોનું ય-સુભ અપડેટ પૂર્ણ થયેલું ન હોય તેવા ખેડૂતોને યોજના હેઠળના હવે પછીના હપ્તા જમા કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી. તેમ વિભાગીય અધિકારીની યાદીમાં જણાવાયું છે.