રાજકોટ શહેરનો વિસ્તાર અને વસ્તી સતત વધી રહ્યા છે.મેટ્રો સિટીની માફક રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ બની રહી છે. જેના કાયમી  નિવારણ માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ રોડને પહોળા કરવામાં આવી રહ્યા છે.ગૌરવપથ એવા કાલાવડ રોડને મોટા મવા સ્મશાનથી લઇ કોર્પોરેશનની હદ સુધી ત્રીસ મીટરના હયાત રોડને 45 મીટરનો કરવા લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી છે.કુલ 96 મિલકતો કપાતમાં આવે છે.જે પૈકી 64 મિલકત ધારકોને કપાતના બદલામાં વૈકલ્પિક વળતર આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આખી બોડી બદલાય જવા છતાં આ દરખાસ્ત અંગે નિર્ણય લઈ શકાયો નથી.

મોટા મોવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીનો કાલાવડ રોડ 45 મીટર નો કરવા 64 આસામીઓને વૈકલ્પિક વળતર આપવા કાલે સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવાશે

છેલ્લી 6 સ્ટેન્ડિંગથી આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવે છે.દરમિયાન આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કાલાવાડ રોડ પહોળો કરવા માટે મિલકત કપાતનું  ગૂંચવાયેલું કોકડું ઉકેલાય જાય તેવી સંભાવના દેખાય રહી છે.

મોટા મવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીનો કાલાવડ રોડની હયાત પહોળાઈ 30 મીટરની છે બંને બાજુ 7.50 મીટર મિલકત કપાતમાં લઈ રોડને 45 મીટર નો કરવા લાઈનો પબ્લિક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી છે

જેમાં કુલ 96 મિલકત ધારકોની મિલકત કપાતમાં આવે છે જે પૈકી 43 મિલકત ધારકો કપાતમાં જતી મિલકત સામે મિલકત લેવા માટે સહમત થયા છે જ્યારે 17 મિલકત ધારકોએ કપાત સામે વધુ એફએસઆઇની માગણી કરી છે જ્યારે ચાર મિલકત ધારકો કે જેમાં સરકારી કચેરીનો સમાવેશ થાય છે.તેને રોકડ વળતર ચૂકવવામાં આવશે 32 મિલકત ધારકોએ કપાત સામે વૈકલ્પિક વળતર અંગે કોઈ ખુલાસો કર્યો નથી જેના કારણે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા છેલ્લી 6 બેઠક થી આ અંગેનો નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.

કમિટીની પણ રચના કરવામાં આવી છે. છતાં દર વખતે અભ્યાસ બાકી હોવાનું બહાનું આપી દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવે છે. દરમિયાન આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કાલાવડ રોડ પહોળો કરવા માટે મિલકત કપાત અંગેનું કોકડું ઉકેલાય જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. સમિતિનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે સાથો સાથ મિલકતધારકો પણ કપાતમાં જતી મિલકતના બદલામાં વૈકલ્પિક વળતર માટે રાજી થઈ ગયા હોય કાલે સ્ટેન્ડિંગમાં દરખાસ્તને બહાલી અપાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.