પાલુભગત રચિત પ્રતાપ પચ્ચીસી અને હરિરસ પ્રબોધ ગ્રંથનું મોરારીબાપુના હસ્તે વિમોચન
સંત પાલુભગત રચિત પ્રતાપ પચ્ચીસી અને હરિરસ પ્રબોધ ગ્રંથના વિમોચન મોરારીબાપુના હસ્તે થયું હતું.
કાળીપાટ ખાતે પુજય સંત પાલુભગત રચિત પ્રતાપપચ્ચીસી અને હરિરસ પ્રબોધ બંને ગ્રંથોનું વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બન્ને ગ્રંથનું વિમોચન પ્રખ્યાત કથાકાર મોરારીબાપુ અને કુવારી ક્ધયાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં રાજયનાં ખુણે ખુણેથી ગઢવી કવિઓ અને ગાયકો ઉ૫સ્થિત રહ્યા હતા. સાથો સાથ બહોળા પ્રમાણમાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા.
ઉપરાંત પાલુભગત એ પોતાના પ્રવચનમાં તમામ સંતોનું સ્વાગત કર્યુ અને જણાવ્યું કે આજના સમયે ભગવાનની ભકિતથી લોકો દુર થઇ રહ્યા છે. પરંતુ ભગવાનને સેવવા જ જોઇએ. તેવું જણાવ્યું તેમના જીવનનાં પ્રસંગો વિશે જણાવતા કહ્યું કે તેમના માતૃશ્રી એ મોરારીબાપુને કહ્યું હતું કે, ગાંડો માણસ છે આને સાચવશે, તેથી મોરારીબાપુ હજી સુધી પાલુ બાપુને સાચવી જ રહ્યા છે.
આ ઉપરાંત અનેક છંદો પણ લોકોને સંભળાવ્યા હતા. ખાસ કરીને મનુષ્યને કરુણ સ્વભાવ રાખવા માટે જણાવ્યું હતું અને જેટલા લોકો ઉ૫સ્થિત રહ્યા હતા તેમનો આભાર માન્યો.
આ તકે મોરારીબાપુએ જણાવ્યું કે કવિ અને સારા એવા ગાયપ્રેમી પાલુબાપુ દ્વારા ખુબ જ સારા બે ગ્રંથો લખાયા છે. તેનું વિમોચન થયું અને એક કવિમાં જે ગુણ હોવા જોઇએ તે તમામ ગુણો પાલુ બાપુના છે. નવા ઉભરતા કવિઓએ પાલુબાપુ પાસેથી ઘણું બધુ શિખવાનું છે. કવિ કયારેય પક્ષપાત કરતો ન હોવો જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com