કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં કર્મ અપરાધ માટે અવશ્યપણે દંડ થાયજ છે કહેવત છે કે કુદરતના દરબારમાં દેર છે પણ અંધેર નથી, આજ સિદ્ધાંત ન્યાય ક્ષેત્ર માં પણ લાગુ પડે છે ,અમદાવાદમાં 26 જુલાઇ 2008ના દિવસે સમી સાંજે એક સાથે 20 સ્થળે 21 બોમ્બ ધડાકા થી આખું શહેર નહીં સમાજ અને દેશની માનવતા “હચમચી” ઉઠી હતી 56 નોભોગ લેનાર બોમ ધડાકા મા 200થી વધુ ને ગંભીર ઇજા થઇ હતી,
શાંત શહેરમાં એકાએક મોતનું “માતમ” છવાઈ ગયું હતું અને પલવાર માં શું ,નું શું થઈ ગયું ?તેની કોઈને ગતાગમ પડતી નહોતી, દેશના ગદ્દારો એ એવી સિફતપૂર્વક રીતે કામ પાર પાડ્યું હતું કે સરકાર અને તપાસ અધિકારીઓ માટે તપાસ કયાંથી શરુ કરવી તે મોટો પ્રશ્ન હતો, અલબત સુરક્ષા તંત્ર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને હજારો ફોન, માંથી ગણતરીની સેક્ધડો માટે જ એક્ટિવ થઇ ને ડેડ કરી દેવાયેલા બે નંબર ની તપાસના આધારે 19 દિવસમાં જ સંપૂર્ણ કેસ ઉકેલીને ગુજરાત પોલીસે દેશ જ નહીં સમગ્ર દુનિયામાં ઝડપી કામગીરી નો પરિચય આપ્યો હતો.
77 આરોપીઓ સામે કરેલી કાર્યવાહીમાં 28નિર્દોષ અને 49 ને દોષિત ઠેરવતા આ ચુકાદા ની ઝડપ અને પારદર્શકતા એ ખરા અર્થમાં ભોગ બનનાર ના પરિવારજનો અને સમગ્ર દેશના ન્યાયપ્રિય નાગરિકોને સંતોષ આપ્યો છે, કાયદાને ઘોળીને પી જનારા અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જનારા દેશવિરોધી તત્વો માટે સબક રૂપ અમદાવાદ બોંબ બ્લાસ્ટનો આ ચુકાદો ખરેખર લોકતંત્ર સુરક્ષા તંત્ર ન્યાયતંત્ર ની પારદર્શક કામગીરી આ અંગે વિશ્વાસ વધારનારૂ બની રહ્યું છે અને ભલે દેર થાય પણ ન્યાયતંત્રમાં અંધેર નથી તે ફળીભૂતથયું છે