હાલ અનેક વેકિસન ટ્રાયલમાં પરંતુ તેની અસરનો ચોકકસ સમયગાળો જાણી શકાયો નથી
કોરોના ઝડપી બિમારી હોવાથી તેની વેકિસનના ટ્રાયલમાં અમુક ઈમરજન્સી પરવાનગી અપાઈ છે
કોરોના મહામારીના ભરડામાં વિશ્ર્વ પીસાઈ રહ્યું છે. છેલ્લા વર્ષ- દોઢ વર્ષથી લોકો કોરોનાથી ત્રસ્ત બન્યા છે. જે રીતે વિશ્ર્વમાં કોરોનાએ સંક્રમણ ફેલાવ્યું છે તે જોતા વેકિસન વગર દુનિયામાંથી કોરોનાને નાબુદ કરવો લગભગ અસંભવ છે. તેમ ‘અબતક’ સાથેની વાતચીતમાં ગોકુલ હોસ્પિટલના ડો. દિગ્વીજયસિંહ જાડેજા અને ડો.તેજસ મોતીવરસ જણાવી રહ્યા છે.
નિષ્ણાંતોના વધુમાં જણાવ્યા મુજબ અગાઉ ઘણા રોગો-બિમારીઓ આવી પરંતુ તે અમુક વિસ્તાર પૂરતી જ સિમિત રહી પરંતુ કોરોનાએ વિશ્ર્વના ખૂણે ખૂણાને બાનમાં લીધું છે. વિશ્ર્વ યુધ્ધ બાદ પ્રથમ વખત આ ભયંકર મહામારી આવી છે. ત્યારે આ મહામારીમાંથી ઉગરવા કે કોરોનાનું સંક્રમણ ઘટાડવા એક માત્ર રસી જ ઉપાય છે.
આજથી દોઢેક વર્ષ પહેલા જયારે કોરોના આવ્યો ત્યારે પ્રથમ અલગ અલગ ટેસ્ટ શોધાણા, ટેસ્ટ શોધાયા બાદ સારવારની અલગ અલગ પધ્ધતિઓ ડિટેકટ થઈ ઘણા મહિનાઓનાં અંતે હાલ ટ્રીટમેન્ટના અનેક પ્રોટોકોલ ડેવલપ થયા છે. કોરોના મહામારીના મહિનાઓ બાદ આપણને કોરોના સંક્રમણ કઈ રીતે અટકાવવું તેનો ખ્યાલ આપ્યો છે. એટલે કે હવે માસ્ક, સેનીટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરે જરૂરી બન્યું છે.
કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉન, રાત્રી કર્ફયું વગેરે રાખવું હંમેશા શકય નથી. રૂટીન જિંદગીમાં પરત આવવું જરૂરી છે. ત્યારે કોરોનાને નેસ્ત નાબુદ કરવા વેકિસન એકમાત્ર ઉપાય છે.
વધુમાં જણાવે છે કે વેકિસન આપણા દેશમાં ખૂબજ નજીકનાં ભવિષ્યમાં આવી જશે. હાલ કોરોના અંગે ૫૦% લોકો એવું માની રહ્યા છે કે કોરોના એટલે નોર્મલ શરદી, તાવ, ઉધરસ, અન્ય લોકો એવુંમાને છેકે બે ચાર દિવસ દવા લેશું એટલે કોરોનામાંથી મૂકત થઈ જશુ પરંતુ કોરોના સંક્રમીત થયાબાદ ૧૪ દિવસ કવોરોન્ટાઈન રહેવું અતિ જરૂરી છે. કારણ કે ૧૪ દિવસ સુધી વાયરસ માનવ શરીરમાંથી ફેલાઈ શકે છે. મોટી ઉંમરની વ્યકિતઓ, ડાયાબીટીસ, હાર્ટ, ઓબેસીટી, શ્ર્વાસના દર્દીઓને કોરોના થવાની શકયતા વધુ છે. હાલ સમસ્યા એ છે કે સંક્રમીત થવાની સંખ્યા ખૂબજ વધુ છે. કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. પરંતુ ચેતવાની જવ છે.
ઈમ્યુનિટી અંગે નિષ્ણાંતો કહે છે કે રોગપ્રતિકારક શકિત બે પ્રકારે હોય છે. એક કે જે કુદરતી જેમાં પૂરતો પ્રોષણક્ષમ આહાર, આરામ-ઉંધ, હેલ્ધી લાઈફ સ્ટાઈલથી ઈમ્યુનીટી જળવાઈ રહે છે. બીજુ એ કે વેકિસન લીધા બાદ ઈમ્યુનીટી મેળવવાની હોય છે. જેથી ઈન્ફેકશન ન થાય.
વેકિસનને લઈને લોકોમા ઘણી ગેરસમજ છે. નાના બાળકોને વારંવાર શરદી, ઉધરસ, તાવ આવે છે. જે વાયરસ ઈન્ફેકશન છે. આ ઉપરાંત ઓરી, અછબડા વગેરે એકવાર થાય છે. આ કુદરતી ઈન્ફેકશન છે. આ ઉપરાંત નાની ઉંમરમાં ગાલ પચોળીયા થાય તે સારૂ ગાલ પચોળીયાની જો વેકિસન લેવામાં ન આવે તો મોટી ઉંમરે ભયંકર ગાલ પચોળીયા થવાની શકયતા રહે છે. ઘણી વખત આવા કિસ્સામાં મગજને પણ અસર થાય છે. ત્યારે નાની ઉંમરમાં વેકિસન લઈ લેવાથી મોટી ઉંમરે ઈન્ફેકશન થતું નથી.
વેકિસન શોધવા અંગે ડોકટર્સ જણાવે છેકે કોઈપણ વેકિસન શોધવામાં સમય લાગે જ છે કારણ કે વેકિસનના પરિક્ષણો વધુ હોય છે. અલગ અલગ રીતે ટ્રાયલ કરવામાંઆવે છે. ટ્રાયલ એ લાંબી પ્રોસેસ છે. ત્યારે કોરોના ઝડપી બિમારી છે. ત્યારે તેની વેકિસન માટે અમુક છૂટછાટ આપવામાં આવી છે.ઈમરજન્સી પરમીશન આપવામાં આવી છે.કોઈપણ વેકિસન ચાર ફેઈસમાં પસર કરવાની હોય છે. વેકિસનેશન થયા બાદ રીએસેસમેન્ટને ફેઈસ ૪ કહે છે અત્યાર સુધીમાં જેટલી વેકિસન શોધાઈ તેમાં ખાસ્સો સમય લાગ્યો છે.
વેક્સિન કોઈ નવો શબ્દ નથી. ઋષિમૂનિઓનાં વખતમાં પણ વિષપાન પણ એક જાતની રસી જ હતી. અત્યાર સુધીની શીતળા, પોલિયો વગેરે બીમારી વેકિસન દ્વારા જ નાબુદ કરાઈ છે.
અત્યારે કોરોનાની ૨૦૦ જુદી જુદી જાતની વેકિસનની અરજી થઈ છે. જેમાં ૪૮ જેટલી ટ્રાયલમાં છે.વધુમાં નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે હાલ જે ડેટા મળી રહ્યો છે તેમાં વેકિસનેશનથી જ કોરોના ફ્રી વર્લ્ડ થશે. પરંતુ વેકિસન માટે હજુ સુધી કોઈ તેની અસરનો સમયગાળો જણાવી શકયું નથી. તેમજ વેકિસન લીધેલી વ્યકિત સંક્રમીત થાય તો તેને કોરોના નથી થતો પણ બીજાને ફેલાવી