સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોમાં ઓકટોબરી જાન્યુઆરી સુધીનો તબક્કાવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર કરી દેવાયો
આગામી દિવસોમાં સેમેસ્ટર સિસ્ટમ રદ્દ થાય તો આખુ પરીક્ષાનું માળખુ નવેસરી આયોજીત કરવું પડે
સૌરાષ્ટ્ર યુનિ. અને સંલગ્ન કોલેજોમાં આગામી દિવસોમાં સેમેસ્ટર સીસ્ટમ નાબુદ કરવા મુદ્દે ચારેબાજુ જોરશોરી ચર્ચાઓ ઈ રહી છે. આગામી ૧૫ જૂન સુધીમાં આ અંગે નિર્ણય લેવાશે પરંતુ સૌ.યુનિ.માં સેમેસ્ટર સીસ્ટમની અમલવારી કરવી લગભગ નહીંવત માનવામાં આવી રહી છે. કારણ કે યુનિ.ના પરીક્ષા વિભાગે સેમેસ્ટર સીસ્ટમ મુજબ આગામી ઓકટોબરી લઈ જાન્યુઆરી સુધીનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
ધો.૧૧-૧૨ સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમ નાબુદ કરાયા બાદ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ પણ આ પધ્ધતિ રદ્દ કરવા છેલ્લા ઘણા સમયી વિર્દ્યાીઓ અને અધ્યાપકોની માંગણી પણ ઉઠી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે રાજય સરકાર અને શિક્ષણ વિભાગ ગંભીરતાી વિચારી રહયું હોય. આગામી ૧૫ જૂન સુધીમાં રાજયભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સેમેસ્ટ સીસ્ટમના બદલે વાર્ષિક પરીક્ષા પધ્ધતિ અમલમાં મુકવામાં આવે તેવી ચર્ચાઓ ઈ રહી છે. ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓની સરખામણીમાં સૌ.યુનિ. વાર્ષિક ૨૦૦ી વધુ પરીક્ષાઓ લઈ રહી છે. વધારેમાં સેમેસ્ટર સીસ્ટમના કારણે વર્ષમાં ૨ વખત પરીક્ષા લેવાની હોય. યુનિ, સંલગ્ન કોલેજોમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવા, ઉત્તરવહીઓ મોકલવી, પ્રશ્ર્નપત્રો તૈયાર કરવા, સુપરવાઈઝર, ચેકિંગ સ્કવોર્ડ તૈનાત કરવા સહિતના ઘણા બધા પ્રશ્ર્નોને લઈને યુનિવર્સિટી તંત્રને વધારાનું ભારણ રહેતુ હોય સેમેસ્ટર પધ્ધતિ નાબુદ કરવાની તરફેણ કરવામાં આવી છે.
સરકાર અને શિક્ષણ વિભાગ આગામી દિવસોમાં સેમેસ્ટર સીસ્ટમ નાબૂદ કરવાનો નિર્ણય કરે તો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પધ્ધતિની અમલવારી વાની સંભાવના નહીંવત હોવાનું યુનિ.ના વર્તુળમાંી જાણવા મળ્યું છે. યુનિ.ના પરીક્ષા વિભાગે આગામી દિવસોમાં લેવાનારી બીએ, બીસીએ, બીબીએ, બીકોમ, પીજીડીસીએ, એમજેએમસી, બીએસસી, બીએસસીઆઈટી, એમબીએ, એમસીએ, એલએલબી, પીજીડીએમસી સહિતના જુદા જુદા કોર્ષના ૧ ી ૫ સેમેસ્ટરની પરીક્ષાનો કાર્યક્રમ યુનિ. દ્વારા જાહેર કરી દેવાયો છે. આગામી ઓકટોબર માસી લઈ જાન્યુઆરી સુધી સતત ચાર મહિના સુધી આ તમામ પરીક્ષાઓ લેવાશે.
યુનિવર્સિટીએ સેમેસ્ટર પધ્ધતિ મુજબ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. ચાલુ શૈક્ષણીક સત્રી સેમેસ્ટર સીસ્ટમને બદલે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ અમલી બનાવવી અશકય હોવાની સ્િિત નિર્માણ પામી છે. કદાચ આગામી ૧૫મી જૂન સુધીમાં સરકાર અને શિક્ષણ વિભાગ સંયુકતપણે સેમેસ્ટર પધ્ધતિ સંપૂર્ણપણે નાબુદ કરવાનો નિર્ણય લે તો સૌ.યુનિ.એ તાજેતરમાં જાહેર કરેલો પરીક્ષાનો કાર્યક્રમ રદ કરવો પડે અને વાર્ષિક પરીક્ષા પદ્ધતિ મુજબ નવેસરી પરીક્ષાનું આયોજન કરવું પડે. નવા શૈક્ષણિક સત્રનો આજી યુનિ.ના ભવનો અને કોલેજોમાં પ્રારંભ યો છે. હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા સેમેસ્ટર પધ્ધતિ અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર નહીં કરાતા સૌરાષ્ટ્રની તમામ કોલેજોમાં સેમેસ્ટર પધ્ધતિ મુજબ જ અભ્યાસક્રમ પણ શ‚ કરી દેવાયો છે. અને આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ પણ સેમેસ્ટર પધ્ધતિ મુજબ જ નક્કી કરાયો છે. હવે સરકાર અને શિક્ષણ વિભાગના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.