અશ્વિનના ઓલરાઉન્ડર દેખાવે ભારતને શીટ પર બેસાડી દીધું: પાંચ વિકેટ લીધા બાદ સદી ફટકારવાની ઘટનાનું સતત ત્રીજી વખત પુનરાવર્તન કરતો અશ્વિન
ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટનો બદલો હવે બીજા ટેસ્ટમાં શાનદાર જીતથી લેવા બસ બે કદમ જ દૂર છે. ભારતના જંગી જુમલા સામે ટિમ ઇંગ્લેન્ડને જીતવું અશક્ય દેખાઈ રહ્યું છે અને મેચ ચોથા જ પતી જશે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ’અબતક’ દ્વારા બીજો ટેસ્ટ મેચ શરૂ થયો તે પહેલાં જ લખ્યું હતું કે મેચ ચોથા દિવસે જ સમાપ્ત થઈ જશે. આજે બીજી ઇનિંગ્સમાં પણ ભારતે રનનો ખડકલો કરી દેતા હવે ઇંગ્લેન્ડ માટે આ મેચ જીતવું અશક્ય બની ગયું છે. આ ભારત માટે જીતવી ખૂબ જ જરૂરી હતી અને ભારતના બેટસમનો અને બોલરોએ ઇંગ્લેન્ડ ટીમનો પાવર ડાઉન કરી નાખ્યો હતો. ટર્નિંગ પીચ ભારતને ખુબજ ફાયદારૂપ સાબિત થઈ હતી. બીજીબાજું અશ્વિનના ઓલ રાઉન્ડર દેખાવે ભારતને ડ્રાઇવિંગ શીટ પર મૂકી દીધું છે.અશ્વિને 5 વિકેટ લીધા બાદ બીજી ઇનિંગ્સમાં સદી ફટકારી નોટ આઉટ રહ્યો છે.
અશ્ર્વિને અત્યાર સુધી કુલ 5 સદી ફટકારી છે. જયારે પાંચ વિકેટ લીધા બાદ અશ્ર્વિને સદી ફટકારી હોય તેવું ત્રીજી વખત બન્યું છે. અશ્ર્વિને ફકત 131 બોલમાં જ સદી ફટકારી હતી.
બીજી ઇનિંગ્સમાં શરૂઆતના તબબકે ટિમ ઇન્ડિયા લથડી હતી પરતું ત્યાર બાદ વિરાટ કોહલી અને અશ્વિને કમાન સંભાળતા +ની ભાગીદારી નોંધાવી હતી.ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ટી-ટાઈમ સુધી 8 વિકેટ ગુમાવીને 221+ રન બનાવી લીધા છે. ટીમે અત્યાર સુધી ઈંગ્લેન્ડ પર 416 રનની લીડ બનાવી લીધી છે. કોહલીએ ટેસ્ટમાં 25મી અને અશ્વિને 12મી ફિફ્ટી ફટકારી છે.
ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં એક વિકેટ પર 54 આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી ટીમે માત્ર 11 રન બનાવવામાં વધુ 3 વિકેટ ગુમાવી દીધી. રોહિત શર્મા, ચેતેશ્વર પૂજાર અને ઋષભ પંત ઝડપથી પવેલિયન પરત ફર્યા. શુભમન ગિલ(14)બીજા દિવસે જ લીચનો શિકાર બની ગયા હતા.પૂજારા (7) રનઆઉટ થઈ ગયા. ત્યારપછી રોહિત પણ વધુ ટક્યા નહીં અને 26 રન પવેલિયન પાછા ગયા. જેક લીચના બોલ પર વિકેટકીપર બેન ફોક્સે તેમને સ્ટમ્પ કર્યા. રહાણેએ ઉપર રમવા આવેલા ઋષભ પંત 8 રન બનાવીને લીચના બોલ પર સ્ટમ્પ આઉટ થયા હતા. ચોથી વિકેટ માટે અજિંક્ય રહાણે(10) આઉટ થયા. મોઈન અલીએ તેમને ઓલી પોપના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ કેપ્ટન કોહલીએ 149 બોલ પર 62 રનની ઈનિંગ રમી.
તેમણે મોઈન અલીએ કઇઠ કર્યું. કોહલીએ અશ્વિન સાથે 7માં વિકેટ માટે 177 બોલ પર 96 રનની પાર્ટનરશીપ કરી હતી. હાલ ભારતીય ટીમની સ્થિતિ ખૂબ જ મજબૂત છે અને મેચના કાલે એટલે કે ચોથા દિવસે જ ભારતીય ટિમ જીતી જાય તેવી પ્રબળ છે.
ટીમ ઈન્ડિયાએ આજે ત્રીજા દિવસે ટીમ ઈંગ્લેન્ડને જીતવા માટે 450થી વધુનો ટાર્ગેટ આપ્યો જોકે વિશ્ર્વની કોઈપણ ટીમ ભારતમાં 387થી વધુ રન ચેસ કરી શકી નથી ત્યારે આ મેચ ઈંગ્લેન્ડ માટે જીતવો અશકય છે ત્યારે ભારત માટે આ ટેસ્ટ જીતવી ખુબ જ જરૂરી હતી કેમ કે ચાર ટેસ્ટ મેચની ટીમ ઈંગ્લેન્ડ 1-0થી આગળ છે જયારે ભારત હવે આ મેચ જીતે એટલે બંને ટીમના 1-1 મેચ જીતી જાય અને આગામી બે મેચ માટે પણ ટીમ ઈન્ડિયાએ આવી લડાયક ઈનીંગ જ રમવી પડશે.