એક સમય હતો જ્યારે સ્ત્રીઓમાં સ્તન કેન્સર વિષે જાહેરમાં વાત કરવી એ શરમની વાત હતી. પરંતુ વર્તમાન સમય એવો આવ્યો છે જ્યારે સ્ત્રીઓમાં આ બાબતે જાગૃતતા કેળવાઈ છે અને સ્તન કેન્સર વિષે વાત કરતાં કે તેના ઈલાજ માટે શરમ નથી અનુભવતી. એવી કઈક વાત પુરુષ માટે પણ સામે આવી છે. જે તેના ગુપતંગના કેન્સર વિષેની છે. અનેક પુરુષ આ બાબતે કદાચ અજાણ હશે અને તેને પેનિસમાં થતી મુશ્કેલીઓને અવગનતા હશે જેના કારણે ગંભીર પરિનામોનો સામનો કરવાનો વારો આવે છે. તો આવો જાણીએ આ પેનિસ કેન્સર વિષે વિશેષ…
કઈ રીતે થાય છે પેનાઇલ કેન્સર…???
પેનાઇલ કેંસરની શરૂઆત પેનિસની આગળની ચામડી જેને ફોરસ્કીન તરીકે ઓળખાય છે ત્યથી શરૂ થાય છે, જેમાં ચામડી જાડી થવા લાગે છે જેને તેના મૂળ સ્વરૂપમાં લાવવી થિડી મુશ્કેલ થાય છે. અને ટ્યુમરનું સ્વરૂપ ધારણ કરે છે. જેના કારણે શારીરિક સંબંધ માટે પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. જ્યારે પણ આરીતે પેનિસની ચામડી સ્ટીફ થાય છે ત્યારે તેની નીચેના સ્તરમાં સ્મેગ્માનામનો ચીકણો તરાલ પદાર્થ નિર્માણ થાય છે જે પણ પેનિસના કેન્સરની ગવાહી આપે છે. આ ઉપરાંત ત્યથી વધતાં તે લીમ્ફ નોડ્સ, અન્ય ગ્રંથિઓ અને અન્ય અંગો સુધી ફેલાય છે. આ પ્રકારનું કેન્સર બહુ ઓછા લોકોને થાય છે પરંતુ જે તેનો ઈલાજ પ્રાંભકાળમાં જ શરૂ થાય છે તો સરળતાથી દૂર કરી શકાય છે.
ક્યાં કરણીથી થાય છે પેનાઇલ કેન્સર…???
પેનિસના કેંસરની શક્યતાઓ 60 વર્ષ પછી વધુ રહે છે.
યુવા પેઢીમાં ધૂમ્રપાન એ શોખનો વિષય બન્યો છે પરંતુ એ સ્શોખ પેનિસના કેન્સરને નોતરે છે.
મોટા ભાગના પુરુષ તેના પેનિસની સ્વચતા બાબતે થોડા બેદરકાર હોય છે અને તે અસ્વચ્છતા પણ પેનાઇલ કેન્સરને નોતરે છે.
ગુપ્ત રોગનો ફેલાવો જેવા કે હ્યુમન પેપીલોમા વાયરસ એ પણ પેનાઇલ કેન્સરનું કારણ બની શકે છે.
અહી દર્શાવેલા તમામ કારણો પેનિસના કોષ અને સેક્સ સંબંધી હોર્મોન્સને અસર પહોચાડે છે. જે ફિનાઇલ કેંસરની સાથે સાથે અન્ય બીમારીને પણ નોતરે છે.
પેનઈ કેન્સરના લક્ષણો…
પેનિસમાં બળતરા થવી
પેનિસની ચામડીના રંગમાં પરીવર્તન આવવું.
પેનિસની ચામડી જાડી થાય છે.
પેનિસની લીમ્ફ ગ્રંથિમાં સોજો આવવો.
પેનિસમાં ખંજવાળ આવવી.
પેનિસની ફોર સ્કિનની નીચેના સ્તરમાં ગંધ યુકત પડત્ર્થ્નું નિર્માણ અને દૂ:ખાવો થવો.
લિંગ માંથી લોહીનું નિકડવું.
પેટ અને જંગના વચ્ચેના ભાગની ચંડીમાં ગાંઠ થવી.
અહી દર્શાવેલા કોઈ પણ લક્ષણ દર્શાયતો અચૂંક ડોક્ટરની સલાહ લેવી.અહીં વાત કરી પેનીસ કેન્સરની હવે આવતા અંકમાં વાત કરીશું પેનાઇલ કેન્સરના પ્રકાર અને તાના ઇલાજ વિષે તો આવતો અંક વાંચવાનું ચોંકશો નહિ.