વોટસએપ પ્રતિબંધિત કરવામાં આવે તો શું…? મોટો પ્રશ્ર્ન ફેસબૂકના ડેટા અનેક વાર વહેંચાતા પકડાયા છે. જયારે ફેસબૂક ‘સોરી’ કહી માફી માગી લેતી હોવાનું જણાવતા વિઠલાણી
સુવિધાના નામે જનતાને વોટસએપ ભરોસે છોડવી કેટલી યોગ્ય તે બાબતે સાયબર સિકયોરેટરી ટ્રેનિંગ સેન્ટરના ગોપાલ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે હાલ ૧૩૫ કરોડથી વધારે વસ્તી ધરાવતો આપણો ભારત દેશ કે જેમાં યુથ પોપ્યુલેશન એટલે કે યંગ જનરેશન ૨૨૭ મિલિયનથી વધુ છે અને ભારતએ વિશ્ર્વ લેવલે અગ્રગણ્ય દેશ છે. ૨૦૧૫માં ૩૦૨ મિલિયન ઇન્ટરનેટ યુસર્સથી સતત વધતા આજે ૨૦૨૦માં ૬૯૬ મિલિયન ઇન્ટરનેટ યુસર્સ ભારતમાં છે જે ગર્વની વાત કહી શકાઇ, એક સર્વે મુજબ ૨૦૨૫ સુધીમાં ૯૭૪ મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તા થવાની સંભાવના છે.
જયારે સોશિયલ નેટવકિંગ એપ્લિકેશનની વાત કરવામાં આવે ત્યારે અમેરિકાની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ભારતની મોજએપ અને હાલ ફેસબુકની પ્રોડકટ વોટ્સએપની વાત આવે. થોડો સમય પહેલા ભારત સરકારની ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી દ્વારા ભારતના ડેટા બહાર ન જાઇ તે માટે એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું જેમાં આપણા પાડોશી દેશ ચાઇનાને લીધે ટિકટોક બેન કરવામાં આવેલ.
સરકારની સાથે ખાનગી કંપનીઓ, બેંકો વગેરે આજ લાઇનમાં ચાલ્યા ગયા અને હજુ સુવિધાઓ આપવા તથા કાર્યકાળ સરળ બનાવવા સોશીયલ મીડિયાના માધ્યમ વોટ્સએપનો ઉપયોગ ધરખમ વધારેલ પણ અહીં સિક્કાની બીજી બાજુ એટલે કે જાહેર જનતા અથવા પોતાના ગ્રાહકોની સેફટી ભૂલી ગયા તેવું લાગી રહ્યું છે. અહીં મારો અર્થ એવો નથી કે ફેસેલિટી ન વધાવી પરંતુ સુવિધાઓ વધારવા માટે કોઇ એક એપ્લિકેશન પર આખા દેશને નિર્ભર કરી નાખવોએ લોકો માટે અને કંપનીઓ માટે પણ હિતાવહ નથી.
પહેલા પણ ફેસબુક અનેક વાર ડેટા વહેંચતા પકડાઇ ગયેલ છે અને અમેરિકન કોર્ટ દ્વારા દંડ પણ થયા છે પછી દર વખતે ફેસબુક આ બાબતે ‘સોરી’ કહી માફી માંગી લે છે અને યોગ્ય સુધારાનું આશ્ર્વાશન આપી જાય છે તો જૂના ડેટા લીકેજનું શું અને તેનો મિસયુઝ નહિ થાય તેની જવાબદારી કોની તે જણાવતા નથી.
થોડા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે ઘણી બેંકો તેમની પોતાની સ્માર્ટફોન એપ્લિકેશન હોવા છતાં વોટ્સએપ નંબર્સને વધુ પ્રોમટ કરી રહી છે જેમાં બેન્કિંગ સુવિધાઓ આપવામાં આવે છે. આ વોટ્સએપ માધ્યમે આપતી સુવિધાઓ માત્ર પિન અથવા ઓટીપી બે માંથી એક દ્વારા ઓથેન્ટિકેટ કરે છે કે તે જ વ્યક્તિ છે કે નહીં પરંતુ જો સ્માર્ટફોન ચોરાઇ જાય તો ઓટીપી તે જ સિમકાર્ડમાં જ આવે તે ભૂલી ગયા લાગે છે અને સુવિધાઓનો મિસયુઝ થાય ત્યાર પછી લોકો હેરાન થાઇ તેવા કેસ પહેલેથી જ બનતા આવ્યા છે.
ભારત સરકારની આઇપીજી કંપનીઓ વોટ્સએપ માધ્યમે ઘરગથ્થુ ગેસ સિલિન્ડર બુક કરવા ખુબ જોરશોર કરી રહી છે તેવી જ રીતે ઘણી કંપનીઓ અને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે ત્યારે અહીં પોતાની એપ્સ છોડી વોટસએપને સામેથી બધો ડેટા આપવા જેવી વાત છે અને ભવિષ્યમાં શું ઉપયોગ થશે તેની આપણને કોઇને ખબર નથી તથા જે તે સમયે જો વોટ્સએપ બેન કરવામાં આવે તો શું કરશે તે મોટો પ્રશ્ર્નાર્થ છે. અહીં ટૂંકમાં જણાવું તો વોટ્સએપ જેવી એપ્સ પર આધાર અને વિશ્ર્વાસ રાખવા કરતા પોતાની સિકચોર એપ્સ પર સુવિધા આપવા આગ્રહ રાખવો જોઇએ તેવો મત ફાઉન્ડર સાયબર સિકયોરીટીના ગોપલ વિઠલાાણીએ વ્યકત કર્યો છે.