ડોકટર ડે નિમિતે સિનર્જી હોસ્પિટલનાં ડો.જયેશભાઈ ડોબરીયાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ખરાઅર્થમાં ડોકટરની વ્યાખ્યા એ છે કે જે દર્દીઓને પોતાનાં ગણી તેમની તકલીફ અને સમસ્યાનું નિવારણ લાવી શકે અને તેઓને રાજી ખુશી તેમનાં ઘર પરત ફેરવી શકે ત્યારે ડો.જયેશ ડોબરીયાએ જણાવતા કહ્યું હતું કે, તેમનો પરિવાર અને તેમનાં માતા-પિતા ખુબ ઓછું ભણેલા હતા ત્યારે તેમનાં માતા-પિતાનાં સ્વપ્નને સાકાર કરવા માટે તેઓ ડોકટરી ક્ષેત્રમાં આવવાનું પસંદ કર્યું અને તનતોડ મહેનત અને મહેચ્છા હોવાથી તેઓ ડોકટર પણ બન્યા ત્યારે તેઓએ તેમનાં વ્યવસાય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમનો વ્યવહાર ખુબ જ સારો છે. ડોકટરી વ્યવસાયથી દર્દીઓનાં આશીર્વાદ અને સારી લાગણી પણ પ્રાપ્ત થતી હોય છે. જયારે દર્દીઓનાં મોહ પર રાજીપો જોવા મળે છે ત્યારે લાગે છે કે તેમની મહેનત સફળ થઈ. તેઓએ તેમની દિનચર્યા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડોકટરી ક્ષેત્રે ડોકટરોની જવાબદારી ૨૪ કલાકની હોય છે ત્યારે જયારે તેઓ ક્રિટીકલ કેર વિભાગ સંભાળી રહ્યા છે તેને જોતાં તેઓની ડયુટી ૨૪ કલાકની રહે છે.

આ તકે ડો.જયેશ ડોબરીયાએ જણાવતાં કહ્યું હતું કે, દર્દીઓને કયારેય તકલીફ અને સમસ્યા ઉદભવિત થાય તેનો કોઈ સમય નથી હોતો જેથી તેઓએ હરહંમેશ તત્પર રહેવું પડે છે અને દર્દીઓની સેવા માટે પણ ખડેપગે રહેવું પડે છે. જયારે તેઓને પુછવામાં આવ્યું કે, તેઓ ડોકટર બનવા શું કર્યું અને કેવા પ્રકારની મહેનત કરી ત્યારે જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ડોકટરી તે સરળ અભ્યાસક્રમ નથી જેથી કપરી મહેનતનાં પગલે તેઓ ડોકટર બની શકયા જેમાં તેમનાં માતા-પિતા અને તેમનાં ગુરુજનોનો વિશેષ સહકાર મળ્યો છે. ડોકટર ડે નિમિતે તેઓએ જણાવ્યું હતું કે, મેડિકલ સાયન્સમાં દિન-પ્રતિદિન નવા અપડેટો આવતા હોય છે જેથી ડોકટરો તે અપડેટનાં પગલે અને સાથોસાથ કાર્ય કરવું પડે છે કારણકે જો ડોકટર અપડેટેડ ન રહે તો તેની સીધી અસર દર્દીઓ પર થતી જોવા મળે છે. દર્દીઓ જયારે ડોકટરો પાસે આવે છે ત્યારે તેઓમાં એક દુ:ખની લાગણી પણ જોવા મળતી હોય છે ત્યારે તે સમય દરમિયાન ડોકટર જો તે દર્દીને સારી

રીતે સાર-સંભાળ લ્યે તો તેમનો પ્રશ્ર્ન અને તેમની બિમારીનું નિરાકરણ ખુબ જ સારી રીતે થઈ શકે જેમનાં માટે ડોકટરોએ દર્દીઓને પોતાનાં સભ્ય હોય તે રીતે તેની સાર-સંભાળ લેવી જોઈએ.

તેઓએ તેમની સિદ્ધિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જયારે સ્વાઈનફલુનો કહેર રાજકોટ ઉપર વરસ્યો હતો ત્યારે કોઈ ડોકટર કે હોસ્પિટલ તેમની સેવા માટે આગળ આવી ન હતી પરંતુ સિનર્જી હોસ્પિટલ અને તેમનાં ડોકટરોએ જે રીતે સ્વાઈનફલુનાં દર્દીઓની સાર સંભાળ લઈ તેઓને બચાવ્યા તે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. આ તકે માહિતી આપતા જણાવ્યું હતું ક, વ્યકિતઓને ડોકટરોની જરૂરીયાત જન્મતાની સાથે મૃત્યુ સુધી રહેતી હોય છે. માતા બાદ જો કોઈ વ્યકિતઓ સાથે સીધો કે આડકતરી રીતે જોડાયેલા હોય તો તે ડોકટર છે. આ તકે ડો.ડોબરીયાએ જણાવ્યું હતું કે, અનેકવખત તેઓ પોતાની જાતને ઉત્સાહિત કરવા માટે એકાંતમાં પોતાની જાત સાથે વાત કરતા હોય છે અને જો કામ ઓછું હોય તો તે દિવસ ખુબ જ સુસ્તીભર્યો પણ રહે છે જેથી તેમનાં માટે આત્મવિશ્ર્વાસ એ છે કે તેમની પાસે કામ વધુને વધુ રહે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ડોકટરોનું સન્માન જો દર્દીઓ સારામાં સારી રીતે કરે તો તે ડોકટર માટે એક મહત્વપૂર્ણ વાત હોય છે અને તેનાથી તેઓ ઉત્સાહિત થઈ દર્દીઓની મહતમ સેવા પણ કરતા નજરે પડે છે.

અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘણીખરી વખત ઈમરજન્સી વખતે લોકો ભાગાદોડી કરતા હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, લોકો માટે જે ઈમરજન્સી હોય તો તે ડોકટરો માટે ઘણી ખરી વખત ઈમરજન્સી હોતી નથી. કારણકે તબીબોની ભાષામાં ઈમરજન્સી એટલે કે જે દર્દીને પહેલા ધ્યાન દેવું અને તેમની સમસ્યાને કઈ રીતે નિવારવી તે એક મહત્વપૂર્ણ વાત બની જતી હોય છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, તેમનાં વ્યવસાયનાં કારણે તેઓ તેમનાં પરિવાર સાથે પણ સમય પસાર કરી શકતા નથી ત્યારે તેમનાં ધર્મપત્ની અને તેમની બંને દિકરીઓ જે રીતે તેમની જવાબદારીઓ સંભાળી આગળ વધવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે તે તેમનાં માટે ખુબ જ મહત્વપૂર્ણ અને હકારાત્મક અભિગમ છે જેનાથી તેઓ હરહંમેશ પ્રોત્સાહિત પણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.