સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર ભવનનાં નવા બિલ્ડીંગનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ શાસ્ત્ર ભવનના નવા બિલ્ડીંગમાં પ્રવેશ પૂજન અંગેનોકાર્યક્રમ શિક્ષણશાસ્ત્ર ભવનના ચોથા વર્ગના કર્મચારી કેશુભાઈ ચૌહાણના નિવૃત્તિના દિવસે ઉજવાયો સંસ્થામાં કામ કરતા તમામ કર્મચારી નિષ્ઠા અને પ્રતિબધ્ધતાથી કાર્ય કરે તો સંસ્થાની પ્રગતિ અને સંસ્થાએ કર્મચારીઓની નોંધ લેવી જ પડે.
શિક્ષણશાસ્ત્ર ભવનની સ્થાપના ૧૯૭૮થી આજ સુધી શિક્ષણશાસ્ત્ર ભવનમાં ચોથા વર્ગના કર્મચારી કેશુભાઈ ચૌહાણ જૂન ૨૦૧૮ના રોજ નિવૃત થયા છે. આ કર્મચારીની સંસ્થા માટેની નિષ્ઠા અને પ્રતિબધ્ધતા આ ભવનના આજ સુધીનાં તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પણ નોંધ લીધેલ છે. શિક્ષણશાસ્ત્ર ભવનના નવા બિલ્ડીંગનો પ્રવેશ કાર્યક્રમ આ કર્મચારીના હસ્તે સરસ્વતી માતાનું પૂજન અને અર્ચન દ્વારા યોજાઈ ગયો.
આ કાર્યક્રમમાં કેશુભાઈ ચૌહાણના હસ્તે દીપ પ્રાગટય અને સરસ્વતી માતાનું પૂજન કરી કાર્યક્રમની શઆત કરવામાં આવી. કાર્યક્રમની શઆતમાં ભવનનાં પૂર્વ અધ્યક્ષ ડો.ડી.એ.ઉચાટસે જણાવ્યું હતુ કે કોઈપણ સંસ્થામાં સંસ્થાની પ્રગતિ અને કાર્યનો આધાર સંસ્થાના તમામ કેડરનાં કર્મચારીઓની નિષ્ઠા અને પ્રતિબધ્ધતા મે જાતે અનુભવી છે. આ નિષ્ઠા અને કાર્યક્ષમતાની કદર કરી અને આજે શિક્ષણશાસ્ત્ર ભવનના નવા બિલ્ડીંગમાં પ્રવેશ તેમના હસ્તે કરવાનો વિચાર માટે શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને અધ્યાપકોને અભિનંદન આપું છું અજ રીતે પૂર્વ અધ્યક્ષ અનિલભાઈ અંબાસણાએ પણ કેશુભાઈને સાલ અર્પણ કરી સન્માન કરેલ હતુ.
શિક્ષણ શાસ્ત્ર ભવનના અ્ધ્યક્ષ ડો. ભરત રામાનુજે કેશુભાઈનું ભવન વતી નિવૃત્તિ સન્માન કરતા જણાવ્યું હતુ કે વ્યકિતની કાર્યક્ષમતા કરતા પણ તેની કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા અગત્યની છે કારણ કે કાર્યક્ષમતા વિકસી શકે છે.પણ કામ કરવાની પ્રતિબધ્ધતા વ્યકિતના સંસ્કાર ઉછેર અનેપરિવારના તથા સંસ્થાનાપર્યાવરણથી આવે છે. કેશુભાઈ ચૌહાણ નિવૃત્તિના સમય પછી પણ કાર્યરત રહે અને દીર્ધાયુ જીવન જીયવે તેવી શુભેચ્છા આપી હતી. અધ્યક્ષ ભરતભાઈ રામાનુજે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતુ કે આપ સૌ શિક્ષણ વિદ્યાશાખા અનુસ્નાતક ડિગ્રી મેળવી આપની કારકીર્દીના ઉચ્ચતર શિખરો સર કરો અને આપ સમાજ તથા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપો તેવી ઈશ્ર્વરને પ્રાર્થના કાર્યકમ્રના અંતે ડો. શ્રધ્ધાબેન બારોટે આભાર વિધિ અને સમગ્ર કાર્યક્રમનું સમાપન ડો.મગનભાઈ મોલીયાએ કર્યું હતુ.