અમદાવાદ ખાતે ગ્રાન્ડ એજયુકેશન ફેરનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી: વિઘાર્થીઓ અને વાલીઓને શિક્ષણના તમામ પ્રશ્ર્નોના જવાબ મળી રહેશે
ગુજરાતનો યુવાન રોજગારી શોધનાર નહીં પરંતુ રોજગારી પુરી પાડનાર બને તે મહત્વનું હોવાનું મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ અમદાવાદમાં ગુજરાત યુનિવસીટીના એકીઝબીશન સેન્ટર ખાતે આયોજીત ગ્રાન્ડ એજયુકેશન યેરના ઉદધાટન પ્રસંગે કહ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આજના યુવાનને સારુ શિક્ષણ મળે અને વધુને વધુ ટેલેન્ટ બંને તેવા હેતુ સાથે શૈક્ષણિક મેળાનું આયોજન ગુજરાતના અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ તકે ગુજરાત સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આજ સુધી ગુજરાત સરકારે ૩૫૦ પ્રજા લક્ષી નિર્ણય લીધા છે. આજનો યુવક કાલનો નાગરીક છે. જેથી આ શૈક્ષણિક ફેરનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આજન વિઘાર્થીને વધુ ને વધુ તક મળી રહે તે સરકાર કટિબઘ્ધ છે. ગુજરાત સરકાર શિક્ષણ ઉપર ખુબ જ ઘ્યાન રાખે છે સરકારે એફોર્ડેબલ ફ્રી રાખવામાં આવશે. જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. એક એક વિઘાર્થીને ૮ હાજરનું ટેબ્લેટ ૧ હજારમાં જ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની મુદ્રા યોજના વિના જામીન એ ૫૦ હજારથી ૧ લાખ ‚પિયા વિઘાર્થીઓને આપે છે જે એક સરાહનીય બાબત છે. સરકાર માને છે દેશના ભવિષ્યના નિર્માણ માટે યુવાનોનો વિકાસ અનિવાર્ય છે.
આ તકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારે શિક્ષણ પઘ્ધતિને વ્યવસ્થિત રીતે ઘ્યાને લીધી જ ન હતી. સારા શિક્ષણની વ્યવસ્થા સરખી ના થતાં ભારતનું શિક્ષણનું સ્તર બગડયું છે. જેથી દુનિયાની ૫૦ યુનિવસીર્ટીમાં ભારતનું સ્થાન નથી. નરેન્દ્ર મોદીએ શિક્ષણ મુખ્ય મુદ્દા પર રાખ્યું છે જેથી યુવાનોને રોજગારી પ્રાપ્ત કરે તે અનિવાર્ય છે ફોરન્સિક યુનિવસીર્ટી કલ્પના પણ ન હતી. જેથી દુનિયામાં ગુજરાતનું સ્તર ઉંચુ થઇ ગયું છે. આપણી શિક્ષણ પઘ્ધતિ ગુરુ શિષ્ય આધારીત છે. મરીન તેમજ આદિવાસી યુનિવસીર્ટી માં ગુજરાત આગળ છે. જેથી અલગ અલગ વિષય પર સંશોધન થાય તે હકારત્મક વાત છે. યુવાનો આત્મવિશ્ર્વાસ વધે તે વિચાર સાથે સરકાર આગળ વધી રહી છે. હાલ બેકારોની સંખ્યા વધી ગઇ છે અને લોકોને કામ જોઇએ છે ત્યારે સમાજ આત્મવિશ્ર્વાસથી ટકી રહે છે. ગુજરાતના રર વર્ષના યુવાનને જયારે કરોડો ‚પિયા મળે તે ગુજરાત માટે એક ગૌરવની વાત છે. ગુજરાતમાંથી યુવકો સેનામાં જાય તે માટે સૈનિક શાળા ખોલવામાં આવશે.
વર્ષમાં ૧૦ લાખ યુવકોને નોકરી આપવી તે સરકારનો મંત્ર છે. જોબ ફેર યુવકોને તત્કાલીન નોકરી આપી છે. જેથી વિકાસમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભવિષ્યના ભારતના વિકાસમાં ગુજરાતનો યુવાન પાછળ ન રહી જાય તેવું ગુજરાત સરકાર નથી ઇચ્છતી ગુજરાતના યુવક જોબ સીકર નહી પણ જોબ ગીવર બને તે મહત્વનું છે.
આ ત્રિ દિવસીય ગ્રાન્ડ એજ્યુકેશન ફેરમાં શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી, જયદ્રથસિંહ પરમાર, સંસદીય સચિવશ્રી બાબુભાઇ પટેલ, શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.આ ત્રિ દિવસીય ગ્રાન્ડ એજ્યુકેશન ફેરમાં પ્રવેશલક્ષી માર્ગદર્શન, કારકિર્દી માર્ગદર્શન અને પરામર્શ, સોફ્ટ સ્કિલ અને સ્ટાર્ટઅપ્સ પર વિવિધ પરિસંવાદ એજ્યુકેશન ઇન ફોરેન યુનિવર્સિટી તેમજ સ્ટોલ્સ ઓફ કોલેજીસ એન્ડ યુનિવર્સિટીઝ જેવા વિવિધવિષયો પર કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે વિવિધ તકો મળી રહે તથા શિક્ષણના અનેક ક્ષેત્રોમાંથી પોતાની પસંદગી મુજબનું ક્ષેત્ર મળી રહે તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ સંબંધી કોઇ મૂંઝવણ કે સમસ્યા હોય તો તેનો એક જ જગ્યાએથી ઉકેલ મળી રહેશે.