અબતક, રાજકોટ
આજના 21મી સદીના આધુનિક યુગમાં ભારત આજે દરેક ક્ષેત્રે પગભર થઈ ઉભરી વિશ્વ આખાને ટેકો આપવા સક્ષમ બન્યો છે. પરંતુ હજુ ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં આત્મનિર્ભર હોવા છતાં પણ ભારતને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેમાંનું અને હાલની પરિસ્થિતિને પડકારરૂપ એવું મોટું ક્ષેત્ર છે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી. સૌ કોઈ જાણે છે તેમ કોરોના મહામારીને કારણે ઉત્પાદન, આયાત-નિકાસ તુલાને ફટકો જરૂર પડ્યો છે પણ જેમાંથી બહાર નીકળી ફરી સ્થિતિ પહેલાની જેમ કરવા પ્રયાસો પણ અથાગ થઈ રહ્યા છે. કપાસ કે જેને સફેદ સોનુ તરીકે ઓળખવામાં આવે છે.
ભારત કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છતા ઘરેલું માંગ સંતોષવામાં અસમર્થ;
નફો રળવા ઉત્પાદકોને નિકાસમાં રસ
ભારત આ સફેદ સોનાના ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી મોખરે છે. પરંતુ તેમ છતાં આપણે આપણી ઘરેલું માંગ સંતોષવા અસક્ષમ બન્યા છીએ. કારણ કે આ ક્ષેત્રે ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો…. જેવો ઘાટ સર્જાયો છે. આપણે અહીં ઉત્પાદન મબલખ પ્રમાણમાં થાય છે અને એ જ કાચો માલ બાંગ્લાદેશ, વિયેતનામ, ચીન અને અન્ય પશ્ચિમી દેશો, યુરોપિયન દેશોને નિકાસના સ્વરૂપે વેચી દઈએ છીએ. કોરોનાને કારણે જે ફટકો પડયો, એમાં પણ સરકારે તાજેતરમાં જે જીએસટી દર વધાર્યા એ બધાના પરિણામ સ્વરૂપ વળતર મેળવવા નિકાસકારો ઘરેલુ માંગ સંતોષવાને બદલે અન્ય દેશોને માલ આપી રૂપિયા રળવાને વધુ પ્રધાન્યતા આપી રહ્યા છે.
એમાં પણ નોંધપાત્ર છે કે, કપાસ, રેડીમેઈડ કાપડના ભાવ સતત વધી રહ્યા છે. કપાસ અને કપાસના તાંતણાના દર વર્ષે લગભગ 50 થી 60 ટકા જેટલો ભાવ વધે છે. આમ ભાવ વધારાનો લાભ મેળવવા સ્થાનિક નિકાસકારો સ્થાનિક બજારમાં માલ વેચવાને બદલે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા પ્રોત્સાહિત થયા છે. તો બીજી બાજુ સરકારે કપાસને આવશ્યક ચીજ વસ્તુંમાંથી બાદ રાખતા મળતા સરકારી લાભો બંધ થતા કપાસ ઉત્પાદકોને મોટો ફટકો પડયો છે. આમ ઉત્પાદકો વધુને વધુ નિકાસ તરફ વળ્યા છે. આમ ભારત વિશ્વનો સૌથી મોટો કપાસનો ઉત્પાદક દેશ હોવા છતાં પણ ઘરેલું માંગ સંતોષાય રહી નથી. આ ઉપરાંત રેડીમેડ કપડા, કાપડ વિયેતનામ, ચીન અને બાંગ્લાદેશ પાસેથી જ મંગાવવા પડી રહ્યા છે.
ટેક્સટાઈલ ક્ષેત્રે રહેલી આ અડચણો દૂર કરવા સરકારે લોજીસ્ટિક સેવાઓ પર ખાસ ભાર દઈ વેલ્યુ એડિશન કરવાની જરૂર છે. આ માટે ક્લસ્ટર ઉભા કરવા જરૂરી છે. દેશમાં જીનીગ મિલો એક સ્થળે હોય તો ત્યાંથી કોંસો દૂર સ્પીનિગ કરવાનું હોય,,, વળી ત્યાંથી બીજા સ્થળે એક્સપોર્ટ કરવાનું હોય….આમ આવુ અંતર કાપી વધુ ઉત્પાદકતા લાવવા ક્લસ્ટર ઉભા કરવા અનિવાર્ય છે. હાલ સ્થિતિ એવી છે કે ભારતમાં ઉત્પાદન થતો ટેક્સટાઈલનો કાચો માલ ચીન, વિયેતનામ, બાંગ્લાદેશ સહિતના અન્ય દેશોમાં નિકાસ થાય છે. અને સામે આ દેશો આપણા જ માલ પર પ્રોસેસ કરી તેને રેડીમેઈડ કરી આપણને જ ઊંચા ભાવે વેંચે છે. આપણે અહીં કાચોમાલની નિકાસ અટકાવી પ્રોસેસ થકી વેલ્યુ એડિશન પર ધ્યાન દઈ રેડીમેઈડ કાપડની જ નિકાસ કરીએ તો..?? થશે ને બંને બાજુ ફાયદો..?? બસ આ જ રીતે ક્લસ્ટર અને વેલ્યુ એડિશન પર ભાર મૂકી ટેક્સટાઈલ ક્ષેત્રને આગળ ધપાવવાની જરૂર છે.
‘કપાસ’ સાચા અર્થમાં વ્હાઈટ ગોલ્ડ કયારે બનશે…??
ટેક્સટાઈલ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર તો છે પણ યોગ્ય સુવિધા, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગના અભાવે ઘણી અડચણો છે. જેને દૂર કરવા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ લોજીસ્ટિક સેવાઓ પર ખાસ ભાર દઈ વેલ્યુ એડિશન કરવાની જરૂર છે. આ માટે ક્લસ્ટર ઉભા કરવા જરૂરી છે. દેશમાં જીનીગ મિલો એક સ્થળે હોય તો ત્યાંથી કોંસો દૂર સ્પીનિગ કરવાનું હોય,,, વળી ત્યાંથી બીજા સ્થળે એક્સપોર્ટ કરવાનું હોય….આમ આવુ અંતર કાપી સમય, શક્તિ અને પૈસાનો બચાવ કરવો જરૂરી છે. વધુ ઉત્પાદકતા લાવવા ક્લસ્ટર ઉભા કરવા અનિવાર્ય છે.
હાલ સ્થિતિ એવી છે કે ભારતમાં ઉત્પાદન થતો ટેક્સટાઈલનો કાચો માલ ચીન, વિયેતનામ, બાંગ્લાદેશ સહિતના અન્ય દેશોમાં નિકાસ થાય છે. અને સામે આ દેશો આપણા જ માલ પર પ્રોસેસ કરી તેને રેડીમેઈડ કરી આપણને જ ઊંચા ભાવે વેંચે છે. અને આપણે આ માલ ખરીદવા મજબુર છીએ. પણ જો આપણે અહીં કાચોમાલની નિકાસ અટકાવી પ્રોસેસ થકી વેલ્યુ એડિશન પર ધ્યાન દઈ રેડીમેઈડ કાપડની જ નિકાસ કરીએ તો..?? થશે ને બંને બાજુ ફાયદો..??
બસ આ જ રીતે ક્લસ્ટર અને વેલ્યુ એડિશન પર ભાર મૂકી ટેક્સટાઈલ ક્ષેત્રને આગળ ધપાવવાની જરૂર છે. જો આ રીતે રો મટીરીયલ નહીં પણ ડાયરેકટ રેડીમેઈડ માલ વેચાશે તો ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ જેવા જરૂરિયાતવાળા દેશો આ માલ લેવા મજબુર બનશે જ. આપણે અહીંથી નિકાસ થતું રોમટીરીયલ અટકશે સામે ઘરેલુ માંગ સંતોષાશે અને રેડીમેઈડ કપડાંની નિકાસ પણ ધમધમશે.