મોંધવારી વધતી જાય છે, જમાનો બદલાતો જાય છે, ભણતર નો ભાર વધતો જાય છે. માંદગી, બીમારી વધતી જાય છે. દિકરા-દિકરીના ભવિષ્યની ચિંતા , નવું મકાન બનાવવાની ઇચ્છા આવી અનેક ભવિષ્યની વાતોથી ખુશીઓની પળોને સદા માટે આનંદમય નથી બનાવી શકતા, વિચારીએ છીએ કે ભવિષ્યમાં પ્રાપ્તી થશે ત્યારે ખુશી મળશે પરંતુ વર્તમાન જ આપણા ભવિષ્યને નિર્માણ કરે છે… જેટલો શ્રેષ્ઠ, ખુશીઓથી ભરપુર આપણે વર્તમાનને બનાવીશું,… એટલે જ શ્રેષ્ઠ આપણું ભવિષ્ય બને છે.
ઘણી વખતે ભુતકાળની અસફળતાના ઘુંટડા પીય નથી શકતા, ભુતકાળના પીડાદાયી સે-સ્મરણો ભુલી નથી શકતા પરંતુ ભુલોને કે…યાદોને પકડી રાખવાથી આગળ નથીવધી શકતા કે ખુશ નથી રહી શકતા. ભુતકાળની દુ:ખદાથી ઘટનાઓ ને યાદ કરી પસ્તાવાથી કે ભવિષ્યની ચિંતામાં સમય વેડફવાથી જીવનમાં કઁઇ પ્રાપ્ત નથી થતું, માટે જ ખુશ રહેવા માટે વર્તમાનમાં જીવવું અને જીવનની દરેક પળને ખુશીથી… ઉત્સાહ થી જીવવી…. સમયચક સદાના માટે સ્થિર નથી જ રહેવાનું તો શા માટે આપણે સ્થિર થઇ જઇએ છીએ.
જીવનને બાળક સૌ માલિક બની જીવવું તો હરેક પળમાં ખુશીનો, આનંદનો અનુભવ થાય છે. બાળકને ન તો એના ભવિષ્યની ચિંતા છે, ન કોઇ પાછલી જીદગી નો ભાર છે… એ તો એના વર્તમાન નો ખુબ આનંદ લે, પરિણામે તો દરેકને બાળપણના એ સંસ્મરણો ફરી ફરીને
યાદ કરી જીવવાનું મન થાય છે કોરોના કાળમાં બુઘ્ધિમાન લોકો પણ ભવિષ્યની ચિંતાથી ઘેરાય રહ્યા છે. પરંતુ જીવન તો સદા માટે ચાલતું જ રહે છે. માટે આજની પળોને ખુશીઓથી ભરીએ આપણી ચિંતાઓ પ્રભુ અર્પણ કરી આપણે આપણા વર્તમાન કર્મને શ્રેષ્ઠ બનાવીએ તો જીવનમાં સફળ પણ થઇશું આ જ ખુશનુમા જીવનની ચાવી છે. કેમ કે કહેવાય છે, ભુતકાળમાં ડોકિયું થાય…. જીવવું તો વર્તમાનમાં જ પડે, તો આજથી વર્તમાનમાં રહી એક બાળકની જેમ દરેક પળનો આનંદ લઇએ.